ગુજરાત
News of Saturday, 24th September 2022

રાજકોટની કંપનીની 16 કરોડની સંપત્તિ જપ્ત: બેંક લોન છેતરપિંડીના કેસમાં ઇડીની કાર્યવાહી

મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે રાજકોટ સ્થિત કંપનીનો પ્લાન્ટ, મશીનરી, જમીન અને પ્લોટ જપ્ત કર્યા

અમદાવાદ :એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ(ED)એ રાજકોટની કંપની પર ગાળિયો કસ્યો છે. ઈડીએ બેંક ફ્રોડ કેસમાં ચાલી રહેલી મની લોન્ડરિંગ તપાસના ભાગરૂપે રાજકોટ સ્થિત કંપનીનો પ્લાન્ટ, મશીનરી, જમીન અને પ્લોટ જપ્ત કર્યા છે.

તપાસ એજન્સીએ કહ્યું કે, આ મામલો 44 કરોડ રૂપિયાની બેંક લોન છેતરપિંડી સાથે સંબંધિત છે. મનદીપ ઇન્ડસ્ટ્રીઝ નામની કંપનીની સંપત્તિઓ જપ્ત કરવામાં આવી છે, જેની કિંમત લગભગ 16 કરોડ રૂપિયા છે. પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) દ્વારા આ કંપની વિરુદ્ધ FIR નોંધવામાં આવી હતી. ફરિયાદીએ આક્ષેપ કર્યો હતો કે કંપનીએ યુનિયન બેંક ઓફ ઈન્ડિયાને લોનની ચુકવણીમાં ડિફોલ્ટ કર્યું હતું જેના કારણે બેંકને 44.64 કરોડ રૂપિયાનું નુકસાન થયું હતું

(12:40 am IST)