વડોદરામાં વિશ્વામિત્રી બ્રિજ નીચે જુગાર રમતા 6 શકુનિઓને પોલીસે ઝડપી પાડયા
વડોદરા : હરણીરોડ અને વિશ્વામિત્રી બ્રિજ નીચે જુગાર રમતા છ જુગારીઓને પોલીસે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
હરણીરોડ પર નાગેશ્વર શોપિંગ સેન્ટર પાસે ચાઇનીઝની લારી પાસે રિક્ષામાં બેસીને આંક ફરકનો જુગાર રમાડતા (૧) કિશન તીર્થદાસ બ્રહ્મક્ષત્રિય (રહે.સવાદ ક્વાટર્સ,હરણીરોડ) અને (૨) રોહિત વિઠ્ઠલભાઇ પરમાર (રહે. ફતેપુરા ભાંડવાડા) ને પીસીબી પોલીસે મળેલી માહિતીના આધારે ઝડપી પાડયા છે.પોલીસે રોકડા અને રિક્ષા મળીને કુલ રૃપિયા ૬૦,૨૫૦ ની મત્તા કબજે કર્યો છે. જ્યારે એક બનાવમાં વિશ્વામિત્રી બ્રિજ પાસે સુભાષનગર પાસે કેટલાક લોકો જુગાર રમતા હોવાની મળેલી માહિતીના આધારે રાવપુરા પોલીસે ઉપરોક્ત સ્થળે રેડ પાડીને (૧) સુરેશ રમેશભાઇ રાજપૂત (૨) રવિ અમરીકસીંગ પંજાબી (૩) વિજય નગીનભાઇ મારવાડી અને (૪) વિષ્ણુ અર્જુનભાઇ રાઠોડ (તમામ રહે. વિશ્વામિત્રી બ્રિજ નીચે) ને જુગાર રમતા ઝડપી પાડી કુલ રૃપિયા ૧૦,૧૬૦ ની મત્તા કબજે લીધી છે.