ગુજરાત
News of Saturday, 25th September 2021

સુરત:કાર લોનના પેમેન્ટ પેટે આપેલ ચેક રિટર્નના કેસમાં આરોપીને અદાલતે ત્રણ મહિનાની કેદની સુનવણી કરી

સુરત:શહેરમાં કાર લોનના પેમેન્ટ પેટે આપેલા ચેક રીટર્ન કેસમાં આરોપીને આજે એડીશ્નલ ચીફ જ્યુડીશ્યલ મેજીસ્ટ્રેટ વિક્રમ સોલંકીએ દોષી ઠેરવી ત્રણ માસની કેદફરિયાદી બેંકને વાર્ષિક 9 ટકાના વ્યાજ સહિત નકારાયેલા ચેકની લેણી રકમ રૃ.29,670  વળતર પેટે ચુકવવા હુકમ કર્યો હતો. એચડીએફસી ઘોડદોડ રોડ શાખાના ફરિયાદી અધિકારી તુષાર બચુ પટેલે આરોપી સુનેશ રમેશ ગામીત (રે.દાદરી ફળીયું,ટીચકપુરા તા.વ્યારા જિ.વાપી) વિરુધ્ધ ચેક રીટર્ન અંગે કોર્ટ ફરિયાદ નોંધાવી હતી.જે મુજબ ફરિયાદી બેંક પાસેથી આરોપીએ વર્ષ-2019માં કાર ખરીદવા માટે 4.25 લાખની લોન લીધી હતી. જેના પાર્ટ પેમેન્ટ પેટે માર્ચ-2019માં આરોપીએ ફરિયાદી બેંકને લખી આપેલા 29,670ની કિંમતના ચેક રીટર્ન થતાં કોર્ટ ફરિયાદ નોંધાવી હતી. કેસની અંતિમ સુનાવણી બાદ કોર્ટે આરોપી સુનેશ ગામીતને દોષી ઠેરવી ઉપરોક્ત કેદ તથા દંડની સજા ફટકારતો હુકમ કર્યો છે. કોર્ટે  ગેરહાજર આરોપી વિરુધ્ધ નોનબેલેબલ વોરંટ ઈસ્યુ કરી સજાના હુકમની બજવણી કરવા નિર્દેશ આપ્યો છ

(5:25 pm IST)