ગુજરાત
News of Saturday, 25th September 2021

સુરતના સગરામપુરા વિસ્તારમાં ચપ્પલ ખરીદીને આવતા બે મિત્રોને ટ્રકે હડફેટે લેતા એક શખ્સનું મોત

સુરત : સગરામપુરા સ્થિત તલાવડી સર્કલ પાસે ગુરૃવારે રાતે ચપ્પલ ખરીદીને આવતી વખતે ટ્રકે બાઇકને ટક્કર મારતા ઇજા પામેલા બે મિત્રો પૈકી એકનું મોત થયુ હતુ.

પોલીસ સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ ઉધના ખાતે પટેલનગરમાં રહેતો 20 વર્ષીય ઈરફાન ઉર્ફ રાજુ રઝાક શેખ  ગુરૃવારે રાત્રે ઘર પાસે રહેતા મિત્ર સાદિક ઈકરાન અલી સૈયદ (ઉ-વ -21) સાથે ચોકબજાર ખાતેથી ચપ્પલ ખરીદીને પરત આવવા નીકળ્યા હતા. તે સમયે  સગરામપુરા તલાવડી સર્કલ નજીક્ ખાડી નવો રોડ પાસે ટ્રકના ચાલકે બાઇકને ટકકર મારતા અકસ્માત સર્જાયોે હતો.જેમાં બંને મિત્રો રોડ ઉપર પટકાયા હતા. ખાનગી હોસ્પિટલમાં ડોકટરે ઇરફાનને મૃત જાહેર કર્યો હતો. જયારે સાદિક અલીને ઘૂંટણના ભાગે ઈજાઓ થઇ હોવાનું જાણવા મળે છે.  ઇરફાનના પરિવારજનોએ જણાવ્યું હતું ઈરફાન મુળ ઉતરપ્રદેશના ફતેહપુરનો વતની હતો. મોટાભાઈ મુખ્તાર સાથે રહેતો અને સિલાઇનું કામ શીખતો હતો. આ અંગે અઠવા પોલીસે ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

(5:24 pm IST)