ગુજરાત
News of Saturday, 25th September 2021

ગાંધીનગર મ્યુનિ, કોર્પોરેશનની ચૂંટણીમાં 'આપ' એ સુરત-રાજકોટથી કાર્યકરોની ફોજ મેદાનમા ઉતારી

અભિનેતા સોનુ સુદ પણ આવે તેવી અટકળો વહેતી થતાં આપના કાર્યકરો માં ઉત્સાહ

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીને નવ દિવસ બાકી રહ્યા છે. ત્યારે આમ આદમી પાર્ટીએ ચૂંટણી જંગ જીતવા માટે સુરત અને રાજકોટથી કોર્પોરેટર - કાર્યકરોની ફોજ ગાંધીનગરમાં ઉતારી દેવામાં આવી છે. ત્યારે ગાંધીનગરમાં ચૂંટણી પ્રચારમાં સ્ટાર પ્રચારક તરીકે ફિલ્મ અભિનેતા સોનુ સુદ પણ આવે તેવી અટકળો વહેતી થતાં આપના કાર્યકરો ઉત્સાહમાં આવી ગયા છે.

ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તગત કરવા માટે ભાજપ કોંગ્રેસ તેમજ આમ આદમી પાર્ટીએ મતદારોને રીઝવવા માટે મરણિયા પ્રયાસો શરૂ કરી દેવામાં આવ્યા છે. ડોર ટુ ડોર પ્રચારની સાથે રાત્રી બેઠકો પણ ભરવામાં આવી રહી છે. ગાંધીનગરના રાજકારણમાં આમ આદમી પાર્ટીએ પ્રવેશ તો કરી લીધો છે, પરંતુ હજી સુધી આમ આદમી પાર્ટી પાસે જોઈએ તેવું કાર્યકરોની સંખ્યા થઈ શકી નથી. જોકે, તેમ છતાં આમ આદમી પાર્ટી નાનામાં નાના મતદારો સાથે સીધો સંપર્ક બનાવી ચૂકી છે.

(11:59 am IST)