ગુજરાત
News of Tuesday, 25th September 2018

સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નકલી ચશ્માના રેકેટનો પર્દાફાશ:ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા દરોડો

રેબન કંપનીના ડુપ્લીકેટ ચશ્મા બનાવીને વેચવાનું કારસ્તાન:કરોડો રૂપિયાનો માલ કબજે

સુરત: સુરતમાં બ્રાન્ડેડ કંપનીના નકલી ચશ્માના રેકેટનો પર્દાફાશ થયો છે ગાંધીનગર સીઆઇડી ક્રાઇમ દ્વારા સુરતના ચશ્માના હોલસેલરને ત્યા દરોડા પાડવામાં આવ્યો હતો સીઆઇડીને ફરિયાદ મળી હતી કે આ હોલસેલર દ્વારા રેબન કંપનીના ડુપ્લીકેટ ચશ્મા બનાવીને વેચવામાં આવી રહ્યા છે. સીઆઇડી દ્વારા કરોડો રૂપયાનો માલ કબજે કર્યો હતો. આ સામાન એટલો વધુ હતો કે મોડી સાંજ સુધી તો ડુપ્લીકેટ ચશ્માની ગણતરી કરતામાં સમય લાગ્યો હતો.

   સીઆઇડી ગાંધીનગરને ફરિયાદ મળી હતી કે સુરતમાં એક સંસ્થા રેઇબનના નામે ડુપ્લીકેટ ચશ્મા બજારમાં અને ઓનલાઇન વેબસાઇટ પર વેચે છે. જેથી સીઆઇડી ક્રાઇમની ટીમે સુરતમાં નાણાવટ વિસ્તારમાં આવેલ પ્રતિક આર્કેટમાં ગ્રાઉન્ડ ફલોર અને ચોથા માળે આવેલા નામ વગરના બે ગોડાઉનમાં દરોડા પાડયા હતા. જયા સીઆઇડીને કરોડો રૂપયાનો ડુપ્લીકેટ ચશ્માનો સ્ટોક મળી આવ્યો હતો.

(12:08 am IST)