ગુજરાત
News of Tuesday, 25th September 2018

ટીનેજર્સે ખીલથી સહેજપણ ક્ષોભ અનુભવવો ન જોઇએ

મોટીવેશનલ સ્પીકર રૂઝાન ખંભાતાની શીખઃ હિમાલયા પ્યુરીફાઇંગ નીમ વોશ દ્વારા માય ફર્સ્ટ પિમ્પલ ઝુંબેશ અંતર્ગત ટીનેજર્સ યુવતિઓ પ્રોત્સાહિત કરાઇ છે

અમદાવાદ,તા.૨૫: છોકરીઓ ટીનેજર્સમાંથી યુવાનીકાળ તરફ આગળ વધે ત્યારે તેમના મોંઢા પર ખીલ નીકળવા એ શારીરિક પ્રક્રિયા અને વિકાસની ગતિનો એક ભાગ અને સાહજિક પ્રક્રિયા છે, તેનાથી ટીનેજર્સ છોકરીઓએ સહેજપણ ક્ષોભ અનુભવવો જોઇએ નહી. ઉલ્ટાનું તેના ખીલની આ રૂટીન પ્રક્રિયા પરત્વે ગૌરવની લાગણી અનુભવી કોઇપણ પ્રકારની લઘુતાગ્રંથિ અથવા ડરને દૂર રાખવા જોઇએ એ મતલબની શીખ આજે સોશ્યલ આન્ત્રપ્રિન્યોર અને મોટીવેશનલ સ્પીકર રૂઝાન ખંભાતાએ જણાવ્યું હતું. હિમાલયા પ્યુરીફાઇઁગ નીમ વોશ દ્વારા માય ફર્સ્ટ પિમ્પલ ઝુંબેશ અંતર્ગત શહેરના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલી જાણીતી સ્કૂમ સ્કૂલમાં યોજાયેલા એક ખાસ કાર્યક્રમમાં રૂઝાન ખંભાતાએ ખાસ હાજરી આપી શાળાની ટીનેજર્સ છોકરીઓને પ્રોત્સાહિત કરી હતી અને તેમનામાં એક આત્મવિશ્વાસ જગાવવાનો પ્રયાસ કર્યો હતો. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, કોઇપણ છોકરી ૧૩થી ૧૭ વર્ષની વયમાં પહોંચે ત્યારે તેના શારીરિક ફેરફારો અને કુદરતી પ્રક્રિયાના ભાગરૂપે મોંઢા પર ખીલ નીકળતા હોય છે પરંતુ તે સાહજિક અને સ્વાભાવિક હોય છે, તેનાથી ટીનેજર્સ છોકરીઓ કે યુવતીઓએ સહેજપણ ગભરાવાની કે ડરવાની જરૂર હોતી નથી કે તેનાથી કોઇપણ પ્રકારની લઘુતાગ્રંથિમાં પણ આવવાની જરૂર હોતી નથી. આ એક શારીરિક ફેરફારની રૂટીન પ્રક્રિયા છે અને તે તબક્કો પસાર થઇ જતો હોય છે. ઘણીવાર છોકરીઓ ખીલને લઇ બહુ ગંભીર, ચિંતાતુર અને આત્મવિશ્વાસ ગુમાવી બેસતી હોય છે પરંતુ તેના બદલે આ બાબતને સહજતાથી લઇ તેનામાંથી બહાર નીકળતાં શીખવું જોઇએ અને આ કુદરતી પ્રક્રિયાનો સ્વીકાર કરી લેવો જોઇએ. મોંઢા પર ખીલ નીકળવા એ કશું ખોટું કે અયોગ્ય નથી, એ શારીરિક ફેરફારનો  બદલાવ છે. હિમાલયા પ્યુરીફાઇંગ નીમ ફેસ વોશે તેની રાષ્ટ્રવ્યાપી ઝુંબેશના ભાગરૂપે આજે સ્કૂમ સ્કૂલમાં આ પ્રેરણારૂપ અને પ્રોત્સાહક ઇવેન્ટ યોજી તે સરાહનીય છે. આ ઝુંબેશ પાછળ હિમાલયાનો ઇરાદો ટિનેજર્સની વધતી ઉમંરની સાથે તેમની સામે આવતી ભાવનાત્મક અને શારીરિક બદલાવના તબક્કાનો સામનો કરવાનો આત્મવિશ્વાસ જગાવવાનો પણ છે.

આ પ્રસંગે હિમાલયા ડ્રગ કંપની ફેસવોશના બ્રાન્ડ મેનેજર કિર્તીકા દામોદરને જણાવ્યું હતું કે, દેશમાં મુખ્ય ફેસ વોશ બ્રાન્ડના રૂપમાં અમે, હંમેશો છોકરીઓને પિમ્પલ ફ્રી, હેલ્ધી સ્કીન પ્રદાન કરવાનું લક્ષ્ય રાખ્યું છે. માય ફર્સ્ટ પિમ્પલ અભિયાન એક મંચ છે જયાં યુવાન છોકરીઓમાં આત્મવિશ્વાસની સાથે સાથે પિમ્પલ સાથે જોડાયેલ મુદ્દાઓ વિશે જાગૃતતા વધારી શકાય છે. આ વર્ષે તેઓ દેશના આઠ શહેરોમાં માય ફર્સ્ટ પિમ્પલ ઝુંબેશને ચરિતાર્થ કરશે.

(10:42 pm IST)