ગુજરાત
News of Tuesday, 25th September 2018

કમલમમાં યુનિવર્સીટી સત્તામંડળ સભ્યોના સેમિનારમાં વડોદરાના સેનેટ-સિન્ડિકેટ સભ્યોની બેસવા મુદ્દે માથાકૂટ

ભાજપ યુવા મોરચાના પ્રમુખ ઋત્વિક પટેલ સાથે બોલાચાલી બાદ પ્રદેશ પ્રમુખને પત્ર લખી વિરોધ નોંધાવ્યો

ગાંધીનગરના કોબા ખાતે ભાજપ કાર્યાલય કમલમમાં આયોજિત યુનિવર્સિટી સત્તામંડળ સભ્યોના સેમિનારમાં  MS યુનિવર્સિટીના નિયુક્ત સેનેટ અને સિન્ડિકેટ સભ્યોએ સેમિનારનો બહિષ્કાર કર્યો છે. અપેક્ષિતોની યાદીમાં સત્યેન ગુલાબકર નામ સામેલ ન હોવા છતાં તેમને કમલમ બોલાવાતા વિરોધ કરવામાં આવ્યો હતો .

   યુવા મોરચા પ્રમુખ ઋત્વિજ પટેલ સાથે પણ સેમિનારમા બેસવા બાબતે વડોદરાના સિન્ડિકેટ સભ્યોની બોલાચાલી થઈ છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીને લેખિતમાં પત્ર લખીને વિરોધ નોંધાવ્યો છે

   સત્યેન ગુલાબકરે MS યુનિવર્સિટીની ચૂંટણીમાં પક્ષની ગાઇડલાઇન વિરુદ્ધ ઉમેદવારી કરી હોવાનો આક્ષેપ છે. આ પહેલા યુવા મોરચાનાં અધિવેશનમાં પણ વડોદરાના યુવા મોરચા કાર્યકર્તાઓ અને અમદાવાદનાં કાર્યકર્તાઓ વચ્ચે ઘર્ષણ થયું હતું

 

(7:19 pm IST)