ગુજરાત
News of Tuesday, 25th September 2018

સાબરમતી જેલમાં બે કેદીઓ વચ્ચે થયેલ હાથાપાઈમાં એકને ગંભીર ઇજા

સાબરમતી જેલના બે કેદીઓ વચ્ચે મારામારી થઇ હોવાની ઘટના બહાર આવી છે. એક કેદીને ઢોર માર મારતા હોસ્પિટલમાં દાખલ કરાયો છે. ઈજાગ્રસ્ત કેદીની સિવિલ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. બે કેદીઓ વચ્ચે મારામારી મામલે પુછપરછ શરૂ કરાઇ છે.

ઉલ્લેખનિય છે કે સાબરમતી સેન્ટ્રલ જેલમાં એક કેદીએ બીજા કેદી પર હુમલો કર્યો હતો. જેથી ઇજાગ્રસ્ત કેદીને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. કેદીએ કેમ અન્ય કેદી પર હુમલો કર્યો તે હજુ સુધી સામે આવ્યું નથી. રાણીપ પોલીસે હુમલો કરનાર કેદી વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.બેરેકમાં લાગેલા સીસીટીવી કેમેરાના ફૂટેજની તપાસ કરતા બેરેકમાં રહેતા પાકા કામના કેદી મોહંમદ સદ્દામ ઉર્ફે ઔરંગઝેબ મોહંમદ જાસ્મીન શેખે કેદી પ્રવીણને બહારથી પથ્થર લાવી માથામાં માર્યો હતો. ઉપરાંત ફરી છુટ્ટો પથ્થર મારી ઇજા કરી હતી.

 

(4:41 pm IST)