મહુવાના ઉમરા ગામે ભત્રીજાએ કાકા પર કુહાડીના ઘા ઝીક્યાં
મહુવા:તાલુકાના ઉમરા ગામે સાંધરા ફળિયામાં રહેતા યુવાને બહેન સાથે ઝઘડો કરી ઘરમાંથી કાઢી મુકતા બહેન કાકાના ઘરે જઇ બેસતા યુવાને કુહાડી લઇ કાકા અને કાકાના પુત્રની કુહાડીના ઘા કરી હત્યા કરતા ચકચાર મચી ગઇ હતી. પોલીસે બંનેની હત્યા કરનાર યુવાનને પકડી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ઉમરા ગામે સાંધરા ફળિયામાં નગીનભાઇ રામજીભાઇ પટેલ (ઉ.વ. ૬૫) પત્ની કમળાબેન અને પુત્ર પિયુષ (ઉ.વ. ૪૦) સહિતના પરિવાર સાથે રહેતા હતા. નગીનભાઇના ઘર નજીક ભત્રીજો રોશન અંતુભાઇ પટેલ (ઉ.વ. ૩૦) પરિવાર સાથે રહે છે.
ગતરોજ ગણપતિ વિસર્જનમાં રોશન પટેલની બહેન ભાવના નિલેશભાઇ પટેલ ઘરે આવેલી હતી. રોશન તેની મમ્મી ધનુબેન અને બેન-બનેવીને તેના ઘરે રહેવા દેતાં ન હોય બહેન ભાવના સાથે ઝઘડો કરી ઘરમાંથી ભગાડી દીધી હતી. ભાવનાને ઘરમાંથી કાઢી મુકતા કાકા નગીનભાઇના ઘરે જઇને બેઠી હતી.