ગુજરાત
News of Tuesday, 25th September 2018

ગાંધી જયંતીથી ભાજપનું ખાદી ખરીદી સપ્તાહઃ ૭ ઓકટોબરથી ખેડૂતો વચ્ચે ખાટલા બેઠકો

રાષ્ટ્રપિતાની ૧૫૦ મી જન્મ જયંતી નિમિતે ૧૫૦ કી.મી. ની પદયાત્રા

અમદાવાદ તા ૨૫ : પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રછ આઇ.કે. જાડેજાએ પ્રદેશ કારોબારીમાં  નિર્ધારીત થયેલા કાર્યક્રમોની વિગત આપતા જણાવ્યું છે કે, ભારતરત્ન અને પુર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીને શ્રધ્ધાંજલી સ્વરૂપે કાર્યાંજલિ સપ્તાહમાં સ્વચ્છ અભિયાન અને મેડિકલ કેમ્પના કાર્યો હાથ કરવામાં આવી રહ્યા છે. ઁપૂજય બાપુની જન્મજયંતિ નિમિતે બીજી ઓકટોબર થી એક સપ્તાહ સુધી ખાદી ખરીદવાના કાર્યક્રમો ભાજપ દ્વારા યોજાશે. ૪ થી ઓકટોબર થી ૮મી ઓકટોબર દરમયાન પ જિલ્લાઓમાં ૧૦ સ્થળોએ નગરપાલિકાના સભ્યોના અભ્યાસ વર્ગ યોજવામાં આવશે.,૧૦ મી ઓકટોબરથી શરુ થનાર વિશ્વના સોૈથી મોટા મહોત્સવ નવરાત્રી મહોત્સવ ખરમ્યાન સ્વચ્છતા સહિતના વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવશે. ૧૫ મી સપ્ટેમ્બર થી શરુ થયેલ દેશ વ્યાપી સ્વચ્છતા હી સેવાના પખવાડિયાના કાર્યક્રમો ચાલુ જ છે. અને સાથે મેડિકલ કેમ્પનું આયોજન પણ હાથ ધરવામાં આવેલ છે.૭ મી ઓકટોબરથી ૧૫ મી ઓકટોબર દરમ્યાન ભાજપ કિસાન મોરચા દ્વારા ભાજપ સંગઠન સાથે મળીને સમગ્ર રાજયમાં જિલ્લા-તાલુકા પંચાયત સ્તરે ખાટલા બેઠકો કરવામાં આવશે અનેકિસાનો માટેની વિસ્તારક યોજના થકી ભાજપ દ્વારા ખેડૂત હિત અને ખેતી લક્ષી કરવામાં આવેલ વિવિધ કાર્યોની વિગત રજુ કરવામાં આવશે, પૂજય બાપુની ૧૫૦ મી જન્મજયંતિ વષ ર્નિમિતે ભાજપના ૧૫૦ કાર્યકરો ૧૫૦ કિલોમીટરની પદ યાત્રા કરીને ગાંધીજીના સંદેશ ભાજપની વિકાસની વાતો લોકો સમક્ષ રજુ કરશે. દિવાળી, બેસતા વર્ષના સ્નેહ સંમેલનો દરેક જિલ્લામાં ૧ સપ્તાહમાં યોજાશે. પ્રદેશના અગ્રણીશ્રીઓ વિશેષ રૂપ ેસ્નેહ સમારોહમાં ઉપસ્થિત રહેશે. દરેક વિધાનસભા બેઠકદીઠ પણ સ્નેહમિલનના કાર્યક્રમો હાથ ધરશે. બુથ અને શકિતકેન્દ્રને વધુ મજબુત બનાવવા લોકસભા બેઠક દીઠ નિમાયેલા પ્રભારીશ્રીઓનો સતત પ્રવાસ જિલ્લા તાલુકામાં હાથ ધરવામાં આવશે.સદસ્યતા વૃધ્ધિની કવાયત હાથ ધરવામાં આવેલ છે તેને વધુ સક્રિય રીતે કરવામાં આવશે અને દરેક બુથમાં ૨૫ નવા કાર્યકર્તાઓને ભાજપમાં જોડવામાં આવશે. (૩.૪)

(12:49 pm IST)