ગુજરાત
News of Tuesday, 25th September 2018

રાજ્યમાં સૌથી મોટી ફૂડ ડ્રાઈવ અને ફૂડ ઈન્સ્પેક્શનની તૈયારી

રાજ્યના 33 જિલ્લાના અધિકારીઓ સાથે બેઠકમાં આયોજન :ફૂડ વિભાગની 44 ટીમો દિવાળી સુધી સ્ટેન્ડ બાય રાખી તપાસ કરાશે

 

અમદાવાદ :રાજ્યભરમાં તહેવારો શરૂ થઈ રહ્યા છે.ત્યારે નાગરિકોને ભેળસેળ વાળો ખોરાક વેચાય તે માટે ફૂડ વિભાગ સક્રિય બની ગયું છે.ફૂડ વિભાગ દ્વારા 33 જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક યોજાઈ હતી. જેમાં સૌથી મોટી ફૂડ ડ્રાઈવ અને ફૂડ ઈન્સ્પેક્શનની તૈયારી કરવાનું આયોજન કરાયું છે .

  રાજ્યના ફૂડ વિભાગના કમિશનરની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી. અને આગામી દિવસોમાં કોર્પોરેશનના હેલ્થ વિભાગ, તાલુકાકક્ષાના આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે પણ બેઠક યોજવામાં આવશે

 રાજ્યમાં ફૂડ વિભાગની 44  જેટલી ટીમો દિવાળીના તહેવાર સુધી સ્ટેન્ડ બાય રાખી તપાસ કરવાનું નક્કી કરાયું છે.

(12:00 am IST)