સુરતમાં ચોરને લોકોએ મેથી પાક ચખાડ્યો
માન દરવાજા વિસ્તારમાં મોડીરાત્રે ચોરી કરવા નિકણેલા ચોર ને લોકોએ પકડીને ઢોર માર મર્યો હતો.
સુરતઃ માન દરવાજા વિસ્તારમાં મોડીરાત્રે 3 વાગ્યા આસપાસ ચોરી કરવા નીકળેલા કથિત ચોરને લોકોએ પકડી લઈને ઢોર માર માર્યો હતો. બાદમાં કથિત ચોરને પોલીસ હવાલે કરી દીધો હતો. જોકે, તેની હાલત બગડતા સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો.
ચોરને ઝડપી વીડિયો ઉતાર્યો
માનદરવાજા ખાતે પકડાયેલા ચોરને માર મારીને લોકોએ વીડિયો ઉતારી લીધો હતો. ચોરને બાદમાં દોરી વડે ઝાડ સાથે બાંધીને પણ ફટકારવામાં આવ્યો હતો. બરાબર મેથીપાક ચખાડ્યા બાદ લોકોએ ચોરને પોલીસ હવાલે કર્યો હતો. લોકો વીડિયોમાં કહી રહ્યા છે કે રાત્રે 3 વાગ્યે મોબાઈલ ચોરવા આ ચોર આવતો જેથી તેને પકડીને પોલીસ હવાલે કરવામાં આવ્યો હતો.
હાલત બગડતા સારવાર હેઠળ
પોલીસ ચોરને પોલીસ સ્ટેશન લઈ ગઈ હતી. જ્યાં તેની હાલત બગડતાં તેને સારવાર અર્થે સુરતની નવી સિવિલ હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવી છે.