ગુજરાત
News of Sunday, 25th August 2019

સુરતમાં ગુપ્તદાન કરવાના બહાને ગઠિયાએ વૃદ્ધાને છેતરી લીધા: ચાર તોલાની સોનાની બંગડી તફડાવી લેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરમાં સચીનના રામજી મંદિર પરિસરમાં વૃધ્ધાને ભેટી ગયેલો ગઠિયો ગુપ્તદાન કરવાના બ્હાને ચાર તોલા વજનની સોનાની બંગડી 1.20 લાખ મત્તાની ઉતરાવી ભાગી જતા સચીન પોલીસે ગઠિયાની શોધખોળ હાથ ધરી છે.

સચીન સેવા સદનની પાછળ સાંઇ દર્શન રો હાઉસમાં રહેતી વૃધ્ધા વિમળાબેન નાનાલાલ પટેલ (.. 75) આજે સવારે રાબેતા મુજબ પોણા આઠ વાગ્યાના અરસામાં સચીન-પારડીના રામજી મંદિરે દર્શન કરવા ગયા હતા. અરસામાં વૃધ્ધાને મંદિર પરિસરમાં ભેટી ગયાલે એક 25 વર્ષીય ગઠિયાએ  માજી મારે ગુપ્તદાન કરવું છે અને તેના માટે તમારી સોનાની બંગડીની જરૃર છે એમ કહ્યું હતું. જેથી વિમળાબેને હાથમાં પહેરેલી ચાર તોલા વજનની સોનાની બંગડી ઉતારીને અજાણ્યા યુવાનને આપી હતી. ત્યાર બાદ યુવાને વિમળાબેનને કહ્યું હતું કે માજી તમે ધ્યાન ધરી લો ત્યાં સુધીમાં હું ગુપ્તદાનની વિધિ પૂર્ણ કરી લઇશ.

(11:26 am IST)