News of Saturday, 25th August 2018
હડફ કેનાલમાં ગાબડું પડતા લોકોના ઘર અને ખેતરોમાં પાણી ભરાયા
મોરવા હડફના રામપુર ગામેથી પસાર થતી હડફ કેનાલમાં ગાબડું પડતા લોકોના ઘર અને ખેતરોમાં પાણી ભરાયા છે. હડફ કેનાલ રામપુર ગામમાંથી પસાર થાય છે
. ગ્રામજનોનો આક્ષેપ છે કે, કેનાલની સફાઈ અને સિંચાઇ વિભાગના અધિકારીઓ દ્વારા કેનાલનું રિપેરિંગ કામ સમયસર કરાવવા આવતુ નથી. જેથી અવાર-નવાર કેનાલમાં ગાબડા પડે છે.
ગ્રામજનોનું કહેવુ છે કે, કેનાલમાં પાણી ભરાવવાથી મોટુ નુકસાન થયુ છે. જેથી ગ્રામજનોએ કેનાલનું સમયસર રિપેરિંગ કામ કરવાની માગ કરી રહ્યા છે
(12:59 pm IST)