ગુજરાત
News of Sunday, 25th July 2021

'હર કામ દેશ કે નામ' ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પિટલ વડોદરા ખાતે રકતદાન શિબિરનું આયોજન કરાયુ

શિબિરમાં સ્થાનિક યુનિટના 98 રકતદાતાઓએ સ્વૈચ્છિક અને ઉત્સાહથી ભાગ લીધો

વડોદરા : આઝાદીના 75 માં વર્ષના ઉજવણી પર્વ નિમિતે, સ્ટેશન હેડ કવાર્ટર, વડોદરાની આગેવાની હેઠળ સર સયાજીરાવ જનરલ હોસ્પિટલ, વડોદરાના સહયોગથી ભારતીય સેના દ્રારા સૈન્ય હોસ્પીટલ વડોદરા ખાતે 24 જુલાઈ 2021ના રોજ રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યુ હતુ. સર સયાજીરાવ જનરલ હોસ્પીટલના સ્ટેટ આર્ટ ઓફ મોડલ બ્લડ બેંકનો આ શિબિરના સફળ આયોજનમાં મહત્વનો ફાળો રહ્યો.હતો

સૈન્ય હોસ્પિટલ વડોદરાએ સ્થાનિક હોસ્પિટલોમાં પૂરતા પ્રમાણમાં રકત પુરવઠો સુનિશ્ચિત કરવા માટે આ રકતદાન શિબિરનું આયોજન કર્યું હતું. રાજયના તબીબી અધિકારીઓને લોહીની અછતને પહોંચી વળવા અને કોવિડના સમયમા અસરકારક તબીબી સારવાર પ્રદાન કરવામાં આ સહાયતા મદદ કરશે. આ રકતદાન શિબિરમાં સ્થાનિક યુનિટના 98 રકતદાતાઓએ સ્વૈચ્છિક અને ઉત્સાહથી ભાગ લીધો હતો.

ભારતીય સેના  કોવિડ-19 સામેની લડત સહિત રાષ્ટ્ર નિર્માણની તમામ પ્રવૃતિઓમાં મોખરે રહી છે અને હંમેશા આવા ઉમદા કાર્યમાં સહયોગ આપવા પ્રતિબધ્ધ છે. નાગરિક વહીવટ અને સર સયાજીરાવ જનરલ હોસ્પિટલના કર્મચારી-વર્ગે ભારતીય સેનાના આ ઉમદા હાવભાવની પ્રશંસા કરી.

(11:58 pm IST)