ગુજરાત
News of Sunday, 25th July 2021

ગુજરાતના બેરોજગાર યુવાનો માટે ખુશખબર : ગુજરાતમાં ફરી ખૂલી સરકારી નોકરીની તક, મેટ્રો રેલ કરશે ભરતી

ગાંધીનગર : કોરોનાના કહેર વચ્ચે પણ સરકારી નોકરીઓની તક ખૂલી છે. ગુજરાત મેટ્રો રેલ કોર્પોરેશન લિમિટેડ (GMRC) દ્વારા વિવિધ પદ પર સરકારી નોકરીઓની ઓફર કરી છે. સિવિલ, સિસ્ટમ્સ, ઈલેક્ટ્રિક, રોલિંગ સ્ટોકમાં વિવિધ પદ પર ભરતી  માટે અધિસૂચના જાહેર કરવામાં આવી છે. જેમાં ઈચ્છુક ઉમેદવાર http://www.gujaratmetrorail.com/careers/  લિંકના માધ્યમથી તમામ પદ પર અરજી કરી શકે છે.

જીએમઆરસી (GMRCL Recruitment 2021) ની ભરતી માહિતી અનુસાર, આ ભરતી અભિયાનના માધ્યથી કુલ 15 પદ પર ભરતી કરવામાં આવશે. સિલેક્ટેડ ઉમેદવારોની 3 થી 5 વર્ષ સુધી ‘કોન્ટ્રાક્ટ’ બેઝ પર નોકરી આપવામાં આવશે.

ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ - 20 ઓગસ્ટ 2021

 પોસ્ટ અંગેની માહિતી

    ચીફ જનરલ મેનેજર/જનરલ મેનેજર (સિવિલ) - 8 પદ

    એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) - 2 પદ

    એડિશનલ જનરલ મેનેજર (આર્કિટેક્ટ) - 1 પદ

    જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 2 પદ

    જોઈન્ટ જનરલ મેનેજર (આર્કિટેક્ટ) - 1 પદ

    મેનેજર (મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન) (પરિવહન યોજના) - 1 પદ

ઉમરની મર્યાદા

    જનરલ મેનેજર - 55 વર્ષ

    એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) - 53 વર્ષ

    જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 50 વર્ષ

    સિનીયર ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ) - 48 વર્ષ

    ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ-સુરક્ષા-એમએમઆઈ) - 45 વર્ષ

    મેનેજર (સિવિલ-વાસ્તુકાર-મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન) - 40 વર્ષ

પગાર કેટલો રહેશે

    જનરલ મેનેજર  - 120000‐280000

    એડિશનલ જનરલ મેનેજર (સિવિલ) -100000‐260000

    જોઈન્ટ જનરલ મેનેજર (સિવિલ) - 90000-240000

    સિનીયર ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ) -80000‐220000

    ડેપ્યુટી જનરલ મેનેજર (સિવિલ-સુરક્ષા-એમએમઆઈ) -70000‐200000

    મેનેજર (સિવિલ-વાસ્તુકાર-મલ્ટી મોડલ ઈન્ટીગ્રેશન) - 60000‐180000

(12:46 pm IST)