ગુજરાત
News of Sunday, 25th July 2021

સુરતમાં 3 વર્ષના બાળકને મ્યુકોમાઈકોસિસ થતા તંત્રમાં દોડધામ : સિટી સ્કેનમાં કોરોનાના લક્ષણો પણ જણાયા

નાની ઉંમરના બાળકને મ્યુકોરમાઇકોસિસ થવાનો આ પ્રથમ કિસ્સો:બાળકની હાલત ગંભીર હોવાથી હાયર સેન્ટરમાં રિફર કરાયો

સુરત : રાજ્યમાં કોરોના સંક્રમણ ઘટી રહ્યું છે પરતું હજુ પણ ત્રીજી લહેરની સંભાવના જોવાઈ રહી છે એવું મનાઈ રહ્યું છે કે કોરોનાની ત્રીજી લહેરમાં નાના બાળકો વધુ ભોગ બની શકે છે ત્યારે 3 વર્ષના બાળકમાં કોનાના અને મ્યુકરમાઈકોસિસના લક્ષણ જોવા મળ્યા છે સુરતમાં સૌથી નાની ઉંમરના બાળક મ્યુકરમાઈકોસિસનો ભોગ બન્યો હોવાનુ સામે આવ્યું છે.

બાળક શંકાસ્પદ લક્ષણો જણાતા બાળકનું સિટી સ્કેન કરવામાં આવતા તેનામાં કોરોનાના લક્ષણો પણ જોવા મળ્યા હતા જો હાલ બાળકને સારવાર અર્થે સુરત સિવિલ ખસેડવામાં આવ્યો છે. રાજ્યમાં આટલી નાની ઉંમરના બાળકને મ્યુકોરમાઇકોસિસ થવાનો આ પ્રથમ કિસ્સો છે. હાલ બાળકની હાલત ગંભીર હોવાથી હાયર સેન્ટરમાં રિફર કરવામાં આવ્યો છે

ડૉક્ટરોના જણાવ્યા મુજબ 3 વર્ષના બાળકનું સીટી સ્કેન કરવામાં આવ્યું હતું. જેમાં મ્યુકરમાઇકોસિસની સાથે સાથે કોરોના હોવાનું જાણવા મળ્યું હતું. ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. સારવાર દરમિયાન બાળકના આંખ, કાન અને દાંતના ડોક્ટરોને તપાસ કરવા માટે મોકલવામાં આવ્યો હતો. એટલું જ નહીં બાળકની સ્થિતિ નાજુક હોવાને કારણે તેને હાયર સેન્ટર પર રીફર કરવામાં પણ આવ્યો છે.

(12:10 pm IST)