News of Saturday, 25th June 2022
વડોદરા જિલ્લાના ડભોઇ નજીક ટ્રકની તાડપત્રી કાપી 4 લાખની કિંમતના 12 બોક્સની ચોરી થતા પોલીસે તપાસ હાથ ધરી
વડોદરા:જિલ્લાના ડભોઈ નજીક વેગા ચોકડીથી શિનોર તાલુકાના આનન્દી ગામની સીમમાં આવેલી ગુરુનાનક હોટેલ સુધીના રોડ પરથી પસાર થતી દવાના 800 બોક્સ ભરેલી ટ્રકની તાંડપત્રી કાપી અંદરથી રૂ.4.08 લાખ કિંમતના દવાના 12 બૉક્સની સિફતપૂર્વક ચોરી થઈ હતી. આ અંગે ટ્રકના દ્રાઈવરે શિનોર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.
(6:06 pm IST)