ગુજરાત
News of Saturday, 25th June 2022

ગાંધીનગર નજીક આવેલ કોલવડા ગામે પતિએ પુત્રી પર નજર બગાડતા પત્નીએ મોતનેઘાટ ઉતારી દીધો

ગાંધીનગર :  ગાંધીનગર શહેર નજીક આવેલા કોલવડા ગામમાં ગઇકાલે પત્નીએ પુત્રી સાથે મળીને પતીની હત્યા કરી હતી ત્યારે પોલસે બન્નેને ઝડપી લીધા છે પત્નીએ પોલીસ સમક્ષ કબુલાત કરી હતી કે, બપોરના સમયે પતિએ શરીર સંબંધની માંગણી કરી હતી પરંતુ તેણીએ ના પાડતા પુત્રી ઉપર નજર બગાડી હતી જેના કારણે પતીની હત્યા કરી નાંખવામાં આવી હતી હાલ તો પોલીસે આ મહિલાના રીમાંડ મેળવવા માટેની તજવીજ શરૃ કરી છે.

કોલવડા ગામમાં રહેતા ૪૫ વર્ષિય ઘનશ્યામ વિશ્ણુભાઇ પટેલની ગઇકાલે બપોરના સમયે પત્ની અને પુત્રીએ ભેગા મળીને હત્યા કરી નાંખી હતી. જે ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી ત્યારે પોલીસે મોડી રાત્રે હત્યાકરનાર પત્ની અને પુત્રીની ધરપકડ કરી દીધી હતી અને પોલીસે પુછપરછ કરતા પત્ની રીસીતાએ કબુલ્યું હતું કે, ગઇકાલે બપોરના સમયે તેની સગીર વયની પુત્રી ઘરમાં હાજર હતી તેમ છતા પતી ઘનશ્યામ દ્વારા શીરર સંબંધની માંગણી કરવામાં આવી હતી જેના કારણે તેણીએ ઇનકાર કર્યો હતો અને બહાર કામ કરી રહી હતી આ દરમિયાન ધનશ્યામે તેની સગીર વયની પુત્રી ઉપર નજર બગાડી હતી અને તેણીનો હાથ પકડીને બાથ ભીડી દીધી હતી પુત્રીએ બુમાબુમ કરતા માતા પણ ઘરમાં ગઇ હતી અને આ સમયે ઝગડો થયા બાદ ઘનશ્યામ સુઇ ગયો હતો તે દરમિયાન પુત્રી અને રીસીતાએ ભેગા મળીને પેપરકટર તેમજ દસ્તાના ઘા ઝીંકીને ઘનશ્યામને રૃમમાં જ પતાવી દીધો હતો.

(6:02 pm IST)