ગુજરાત
News of Friday, 25th June 2021

તાપી જિલ્લામાં મધરાત્રે મેઘરાજાએ રમઝટ બોલાવી : અડધાથી અઢી ઇંચ વરસાદ

વાલોડમાં અઢી ઇંચ,વ્યારા અને ડોલવણમાં અડધો ઇંચ સોનગઢ,નિઝર અને ઉચ્છલ તાલુકામાં ઝરમર વરસાદ

તાપી જિલ્લામાં મધરાતે મેઘરાજાએ રમઝટ બોલાવી હતી જિલ્લાના વાલોડ,વ્યારા, ડોલવણ અને કુકરમુંડા તાલુકામાં રાત્રી દરમ્યાન વરસાદ પડ્યોહતો જિલ્લામાં રાત્રીના 12 વાગ્યા થી સવારે 6 વાગ્યા સુધીમાં સોનગઢ,નિઝર અને ઉચ્છલ તાલુકામાં ઝરમર વરસાદ નોંધાયો  હતો

 જયારે જિલ્લાના વ્યારામાં 18 મિમી, વાલોડમાં 66 મિમી, ડોલવણમાં 13 મિમી અને

કુકરમુંડામાં 4 મિમી વરસાદ વરસ્યો હતો

(11:10 am IST)