ગુજરાત
News of Thursday, 24th June 2021

કોરોનાના કેસમાં ઘટાડો થતા રાજ્યમાં 15 લાખથી વધુ રેમડેસિવિર ઈન્જેક્શનનો જથ્થો વેચાયા વગરનો પડ્યો

દેશમાં કંપનીઓ અને સ્ટોકિસ્ટ પાસે લગભગ 73 લાખ ઇન્જેક્શન વાઇલ્સનો સ્ટોક ઉપલબ્ધ

અમદાવાદ : કોરોનાના કેસોમાં સતત ઘટાડા સાથે રેમડેસિવિર ઇન્જેક્શનની માંગ ખુબ જ ઘટી છે બે મહિના પહેલા એક ઇન્જેક્શન મેળવવા માટે દર્દીના સગાં રઝળપાટ કરતા હતા અને હવે  કંપનીઓ અને સ્ટોકિસ્ટ પાસે લગભગ 73 લાખ ઇન્જેક્શન વાઇલ્સનો જથ્થો વેચાયા વગર પડ્યો છે. કેમિસ્ટ ફેડરેશનના અંદાજ મુજબ ગુજરાતમાં પણ લગભગ 15 લાખથી વધુ ઇન્જેક્શનનો સ્ટોક વેચાયા વગર છે અને એમઆરપી કરતાં ઓછી કિંમતે ઇન્જેક્શનો ઉપલબ્ધ છે.

(12:21 am IST)