ગુજરાત
News of Tuesday, 25th June 2019

બનાસકાંઠામાં મેઘસવારી :ડીસામાં વરસાદનો બીજો રાઉન્ડ :ખેડૂતોએ વાવણીના શ્રીગણેશ કર્યા

સામાન્ય ખેતીલાયક વરસાદથી ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી

બનાસકાંઠા જિલ્લામાં મેઘસવારી આવી પહોંચી હતી સહિત ડીસામાં વરસાદનો બીજો રાઉન્ડ શરૂ થતાં ખેડૂતોને વાવણીના શ્રી ગણેશ કર્યા છે.બનાસકાંઠા જિલ્લોએ ખેતી આધારીત છે. મોટા ભાગમાં લોકો ખેતી આધારી પોતાનું જીવન ગુજારે છે.સામાન્ય ખેતીલાયક વરસાદથી ખેડૂતોએ વાવણીની શરૂઆત કરી છે.. 

     અત્રે ઉલેલ્ખનીય છે કે ગત વર્ષે નહિવત વરસાદ પડવાના કારણે ખેડૂતોને મોટા ભાગની ખેતીમાં નુકશાન વેઠવાનો વારો આવ્યો હતો..ત્યારે આ વર્ષે સારા વરસાદની આશાએ ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવણી શરૂ કરી છે..અને ભગવાનને સારા વરસાદ માટેની પ્રાર્થના કરી છે.

(8:25 pm IST)