News of Monday, 25th June 2018
વડોદરાના મેયરની ગાડીનું વહીલ ખાડામાં ખુંપ્યું :વરસાદે રસ્તાની પોલ ખોલી
ભારતમાં બનતા સ્માર્ટ સિટીઝમાં વડોદરાનું નામ પણ સામેલ છે,ત્યારે જાણે વરસાદ પડે ત્યારે શહેરનો મેક-અપ ધોવાઈ જાય તેમ તંત્ર દ્વારા કરવામાં આવેલા કામોની પોલ ખૂલી જાય છે.દરવર્ષે ચોમાસામાં આવા રસ્તાના કામો ઉડીને આંખે વળગે તેવી પોલ ખોલી નાખે છે જેનો ભોગ સામાન્ય નાગરિકોની સાથે વડોદરાના પ્રથમ નાગરિક એવા ખુદ મેયર જિગિષાબેન શેઠ બન્યા છે. મેયર જિગિષા શેઠની ગાડી આજે ભારે વરસાદ બાદ એક ખાડામાં ફસાઈ જતાં લોકોમાં પણ ‘વિકાસ કાર્યો’ ચર્ચાનો વિષય બન્યા હતા
(10:27 pm IST)