ગુજરાત
News of Monday, 25th June 2018

મેડિકલમાં પ્રવેશ માટે ડોમિસાઇલનો નિયમ યોગ્ય : હાઇકોર્ટ

હાઇકોર્ટે ચુકાદો આપતા રાજ્ય સરકારે ધો. ૧૦ અને ૧૨નો અભ્યાસ ગુજરાતમાં કર્યો હોવાનો નિયમ યોગ્ય ગણાવ્યો છે

અમદાવાદ તા. ૨૫ : રાજયમાં સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોમાં સ્ટેટ કવોટાની ૮૫ ટકા બેઠકો પર પ્રવેશ માટે રાજય સરકારે ડોમિસાઈલ સર્ટીફિકેટ ફરજિયાત કર્યું છે. જેમાં કેટલાક વાલીઓએ હાઈકોર્ટમાં પિટિશન કરી હતી તે મામલે આજે હાઈકોર્ટે ચુકાદો આપતા રાજય સરકારે ધો. ૧૦ અને ૧૨નો અભ્યાસ ગુજરાતમાં કર્યો હોવાનો નિયમ યોગ્ય ગણાવ્યો છે.

ગુજરાત બહાર જે વિદ્યાર્થીઓએ ધો. ૧૦ અને ધો. ૧૨નો અભ્યાસ કર્યો હોય અને ગુજરાતનું ડોમિસાઈલ ધરાવતા વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેનો નિર્ણય આજે જ લેવા માટે આદેશ કર્યો છે.

એડમિશન પ્રક્રિયાના કાઉન્સેલિંગ આજે હોવાથી હાઈકોર્ટે રાજય સરકારને આજે જ રાજય બહારના વિદ્યાર્થીઓને પ્રવેશ અંગેનો નિર્ણય લેવા આદેશ કર્યો છે.

રાજય સરકાર દ્વારા કરાયેલા કાયદાકિય સુધારા બાદ ડોમિસાઈલ સર્ટીફિકેટના મુદ્દે વિવાદ શરૂ થયો હતો ત્યારે અનેક વિદ્યાર્થીઓ મેડિકલ કોર્સમાં પ્રવેશ મેળવવા માટે વંચિત ન રહી જાય તે માટે હાઈકોર્ટમાં પિટિશન ફાઈલ કરી હતી. હાઈકોર્ટે તમામ દલીલો સાંભળ્યા બાદ આજે મહત્ત્વપૂર્ણ ચુકાદો આપ્યો છે.

(3:37 pm IST)