News of Wednesday, 25th May 2022
ખેરાલુ જૂની અદાવતના પગલે એક જ કોમના બે જૂથ વચ્ચે ભારે પથ્થરમારો: બે લોકો ઘાયલ
પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો.
મહેસાણા જિલ્લાના ખેરાલુના બેલીમ વાસમાં જૂની અદાવતના પગલે એક જ કોમના બે જૂથ વચ્ચે પથ્થરમારો થયો હતો જેમાં બે લોકો ઘાયલ થયા છે. બીજી તરફ આ મામલાની જાણ થતાં પોલીસની ટીમે ઘટનાસ્થળે પહોંચી સ્થિતિ પર કાબૂ મેળવી સમગ્ર વિસ્તારમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો છે .
(12:20 am IST)