News of Wednesday, 25th May 2022
કણપોર ગામના ભાગોળે મહિલાને ત્રિકમની મૂંદર મારી ઇજા કરનાર શખ્સ સામે ફરિયાદ નોંધાઈ
(ભરત શાહ દ્વારા) રાજપીપળા : નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના કણપોર ગામમાં મહિલાને માર મારી ધમકી આપનાર શખ્શ સામે પોલીસે ગુનો દાખલ કર્યો છે
પ્રાપ્ત માહિતી અનુસાર ગીતાબેન વિઠ્ઠલભાઇ વસાવા( રહે.કણપોર )નાઓની ફરિયાદ મુજબ તેઓ તથા ધર્મેન્દ્ર ભાઇ ઝીણાભાઇ વસાવા( રહે.કણપોર )ગામના ભાગોળે તળાવમા રોજગારીમા ગયેલા તે વખતે તેમણે જણાવેલ કે તુ રાતના સમયે અમારા ઘરે કોયતુ લઇને કેમ આવેલ તેમ કહેતા ધર્મેન્દ્રભાઈ એકદમ ઉશ્કેરાઇ ગયેલો અને ગીતાબેન ને ગમે તેમ ગાળો બોલી તેના હાથમાના ત્રિકમની મુંદર (હાથો) મારી ગેભી ઇજા કરી જાનથી મારી નાખવાની ધમકી આપી હોય આમલેથા પોલીસે કાયદેસર કાર્યવાહી કરી છે.
(10:28 pm IST)