ગુજરાત
News of Wednesday, 25th May 2022

કલેકટરની કડક સૂચના બાદ રાજપીપળાના 88 વર્ષના વૃધ્ધાના આધારકાર્ડની કામગીરી થતાં પરિવારને રાહત

(ભરત શાહ દ્વારા) રાજપીપળા :રાજપીપળા દરબાર રોડના એક આધેડ વૃધ્ધાના આધારકાર્ડ બાબતે તંત્રના અધિકારી ઉદાસીન વલણ અપનાવતા હોય લગભગ   એક મહિનાથી આ 88 વર્ષીય વૃધ્ધાના આધારકાર્ડની કામગીરી ટલ્લે ચઢી હતી ત્યારબાદ આ બાબતના અહેવાલ અખબારોમાં આવતાં જ અધિકારીઓ ચોંકી ઉઠ્યા હતા જેમાં નર્મદા જિલ્લા કલેકટર ડી.એ.શાહે આ બાબતે લાગતા વળગતા તમામ અધિકારીઓને કડક શબ્દોમાં સૂચના આપી તાત્કાલિક વૃધ્ધાના આધારકાર્ડની કામગીરી કરી મને રિપોર્ટ કરવા જણાવતા અધિકારીઓ દોડતા થઈ ગયા હતા અને બુધવારે સવારે આ વૃધ્ધાના ઘરે જઈ આધારકાર્ડ બાબતની પ્રક્રિયા પૂર્ણ કરતા વૃધ્ધાના પરિવારજનોએ કલેકટર નર્મદાનો આભાર વ્યકત કર્યો હતો.

(10:23 pm IST)