ગુજરાત
News of Wednesday, 25th May 2022

અમદાવાદ:પથરીની બીમારીથી કંટાળી 25 વર્ષીય યુવકે સાબરમતી નદીમાં પડતું મૂકી મોતને વ્હાલું કરતા પરિવારની માથે આભ ફાટ્યું

અમદાવાદ: આસ્ટોડિયાના 25 વર્ષીય યુવકે પથરીની બીમારીથી કંટાળી સાબરમતી નદીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હતી. બનાવ અંગે રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. 

આસ્ટોડિયાની શંભુ ચકાની ખડકીમાં રહેતા સૌમિલ દિનેશભાઇ ઠાકર (ઉં,25)એ ગત સોમવારે સાબરમતી નદીમાં જમાલપુર ફૂલ બજાર વોક વે તરફથી પાણીમાં પડતું મૂકી આત્મહત્યા કરી હતી. પોલીસ તપાસમાં પરિવારજનોએ જણાવ્યું હતું કે, સૌમિલ પથરીની બીમારીથી પરેશાન હતો. અસહ્ય દુખાવાથી કંટાળી સૌમિલે આત્મહત્યા કરી લીધી હતી. પોલીસે બનાવ અંગે પરિવારની નિવેદન લઈ આગળની કાર્યવાહી પુરી કરવા તજવીજ હાથ ધરી હતી.

(6:33 pm IST)