વડોદરામાં એક તરફી પ્રેમમાં પાગલ યુવકના ત્રાસથી કંટાળી યુવતીએ આપઘાતનો પ્રયાસ કરતા પોલીસ ફરિયાદ
વડોદરા: એક તરફી પ્રેમમાં પાગલ પ્રેમીએ યુવતીના મંગેતરને ફોન કરી પોતાના પ્રેમસંબંધમાં વિશે જાણ કરી લગ્ન કરશે તો જાનથી મારી નાખવાની ધમકી આપવા મામલે યુવતીએ આવેશમાં આવી એસીડ ગટગટાવ્યું હોવાની ઘટના સામે આવી છે. યુવતીની ફરિયાદના આધારે પોલીસે શખ્સ વિરુદ્ધ ધાક-ધમકી સહિતની કલમો હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વડોદરાના ઉંડેરા ગામે રહેતી દીપિકા ( નામબદલ્યું છે ) એ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેની સગાઈ પાદરા ખાતે રહેતા યશ પટેલ સાથે નક્કી થઈ હતી. જેથી 17મી મેના રોજ પાદરા જોવા ગયા બાદ યશ પટેલે ફોન કરી જણાવ્યું હતું કે, જતીન શૈલેષભાઈ ચૌહાણ ( રહે- કેસરિયા ફળિયુ, ઉંડેરાગામ) એ મને ફોન કરી જણાવ્યું છે કે, દીપિકા સાથે લગ્ન ના કરીશ અને જો લગ્ન કર્યા તો તને જાનથી મારી નાખીશ. ત્યારબાદ જતીને દીપિકાને ફોન કરી અપશબ્દો બોલી જણાવ્યું હતું કે, યસ ને આપણા પ્રેમ સંબંધ વિશે જણાવી દીધું છે તારા માતા-પિતા લગ્ન સાથે કરાવશે તો હું યશને જાનથી મારી નાખીશ. જેથી દીપિકાને લાગી આવતા આવેશમાં આવી ઘરમાં રહેલી એસિડની બોટલ માંથી એસિડ પીધું હતું. પ્રાથમિક સારવાર અર્થે ઉંડેરા બાદ વધુ સારવાર અર્થે હાલ ગોત્રી હોસ્પિટલમાં દીપિકા સારવાર હેઠળ છે.આમ જતીને મંગેતરને દીપિકા સાથે લગ્ન કરવા નહીં જણાવી જાનથી મારી નાખવાની ધમકી આપી દીપિકાના માતા પિતાનું અપમાન કર્યું હતું.