ગુજરાત
News of Tuesday, 24th May 2022

અમદાવાદ ભાજપના કોર્પોરેટર મુસ્લિમ હોવા છતાં હિન્દુ નામથી એએમસી ચૂંટણી લડતા હોવાનો વિવાદ: કોર્ટે કર્યા તપાસના આદેશ

ભાજપના કોર્પોરેટર નિરવ કવિની મુશ્કેલીઓમાં વધારો: નવરંગપુરા વોર્ડમાં મુસ્લિમ યુવક હિન્દુ નામે ભાજપની ટીકીટ પર ચૂંટણી જીતી હોવાનો આરોપ

અમદાવાદ :   વર્ષ 2021ની અમદાવાદ મહાનગરપાલિકાની ચૂંટણી અંગે વિવાદ સામે આવ્યો છે. અમદાવાદના ભાજપના કોર્પોરેટર નિરવ કવિની મુશ્કેલીઓમાં વધારો થયો હોય તેમ લાગી રહ્યું છે. એવો આક્ષેપ કરાયો છે કે, નવરંગપુરા વોર્ડમાં મુસ્લિમ યુવક હિન્દુ નામે ભાજપની ટીકીટ પર ચૂંટણી જીતી છે.

ભાજપના ઉમેદવાર નિરવ કવિનું કોર્પોરેટર પદ રદ કરવાની માગ કરાઈ રહી છે. આ મામલે અમદાવાદની મેટ્રોપોલિટન કોર્ટે કોર્પોરેટર નિરવ કવિ સામે તપાસના આદેશ કર્યા છે. જય પટેલ નામના ફરિયાદીએ આક્ષેપ મૂક્યો હતો કે નિરવ કવિએ ચૂંટણી માટે તમામ ખોટા દસ્તાવેજો ચૂંટણી કમિશનરને સુપરત કર્યા હતા. વર્ષ 2021માં સરકારી પુરાવા સાથે ચેડા કરી ચૂંટણી કમિશનરને ગેરમાર્ગે દોરવામાં આવ્યા હતા.

 આ મામલે કોર્ટે નવરંગપુરા પોલીસ સ્ટેશનના પીઆઈને તપાસ કરી 90 દિવસમાં રીપોર્ટ સુપરત કરવા માટે આદેશ કર્યો છે. નિરવ કવિ હાલ નવરંગપુરા વોર્ડમાંથી અમદાવાદ મહાનગર પાલિકાનો કોર્પોરેટર છે.

(1:03 am IST)