ગુજરાત
News of Tuesday, 26th May 2020

રાજપીપળાના રજપૂત ફળીયામાં આયુર્વેદ ઉકાળાનું વિતરણ :પહેલા દિવસે 50 લીટર ઉકાળો વિતરણ કર્યો

રજપૂત ફળિયાના જાગૃત યુવા કાર્યકર કુલદીપસિંહ ગોહિલ અને ફળીયાના યુવાનોએ કોરોના મહામારીમાં ઉકાળા વિતરણનું બીડું ઝડપ્યું

 

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : હાલ સમગ્ર વિશ્વમાં કોરોના મહામારી ભયંકર રીતે ફેલાઈ રહી હોય બાબત ચિંતાજનક છે. માટે કોઈ દવા રસી હજુ ઉપલબ્ધ નથી તેવા સંજોગોમાં આયુર્વેદ ઉકાળો એક સારો વિકલ્પ હોય જેનાથી રોગપ્રતિકારક શક્તિ વધતા અન્ય વાયરસોથી બચાવ થઈ શકતો હોવાથી સમગ્ર ગુજરાત રાજ્યમાં ખાસ ઉકળાનું વિતરણ થઈ રહ્યું છે જેમાં નર્મદના વડા મથક રાજપીપળા ખાતે પણ હાલ વિતરણ શરૂ કરવામાં આવ્યું જેમાં રાજપીપળા રજપૂત ફળીયાના જાગૃત યુવા કાર્યકર કુલદીપસિંહ ગોહિલ સાથે ફળીયાના અન્ય યુવાનો દ્વારા સોમવારે વિના મૂલ્યે ઉકાળા વિતરણ કરાયું હતું. યુવાનો તેમના ફળીયામાં ઘરે ઘરે જઈ ઉકાળો વિતરણ કરી એક પણ ઘર કે વ્યક્તિ બાકી ના રહે તેની ખાસ કાળજી રાખી 50 લીટર ઉકાળા નું વિતરણ કર્યું હતું.

(11:52 pm IST)