ગુજરાત
News of Monday, 25th May 2020

પાલભાઈ આંબલીયાની ધરપકડ અને માર મારવાના મામલે થયેલી ફરિયાદની તટસ્થ તપાસ કરવા વિપક્ષી નેતા પરેશ ધાનાણીની માંગ

ગૃહ રાજ્યમંત્રી પ્રદીપસિંહ જાડેજાને પત્ર લખીને જવાબદારો સામે પગલાં લેવા માંગ કરી

અમદાવાદ : ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન તેમજ અન્યન આગેવાનોની ધરપકડ કરી પોલીસ સ્ટે્શન લઈ જવામાં આવેલ બાદમાં પાલભાઈને માર મારવાના મામલે પ્રદ્યુમ્ન પોલીસ સ્ટેશનમાં થયેલી ફરિયાદ મામલે તટસ્થ તપાસની વિપક્ષી નેતા પરેશ ધાનાણીએ માંગ કરતો પત્ર ગૃહ રાજ્યમંત્રીને પાઠવ્યો છે

           પત્રમાં જણાવ્યા મુજબ કોરોના વાયરસની મહામારીના કારણે સમગ્ર દેશ અને રાજ્યમાં તા. 24-3-2020થી લોકડાઉન અમલમાં છે. લોકડાઉનની પરિસ્થિતિમાં રાજ્ય.ના લગભગ તમામ વર્ગના લોકો બેકારી અને ભુખમરાનો સામનો કરી રહેલ છે. આ પરિસ્થિિતિમાંથી જગતનો તાત સમાન ખેડૂત વર્ગ પણ બાકાત નથી. પાછલા વર્ષોમાં પડેલ દુષ્કાપળ અને અતિવૃષ્ટિ  તથા ચાલુ વર્ષે થયેલ કમોસમી વરસાદ, વાવાઝોડા, તીડ વગેરે કુદરતી આફતોના કારણે ખેડૂત સતત પીસાતો જાય છે. કુદરતી આફતોના સમયે અને પ્રવર્તમાન મહામારીના સમયમાં પણ પોતે પકવેલ જણસના પોષણક્ષમ ભાવ નહીં મળતા ખેડૂત આગેવાનો રાજ્યીના તમામ ખેડૂતોના હિતમાં તેઓની રજૂઆત સરકાર સુધી પહોંચાડવા માટે જિલ્લા કક્ષાએ આવેદનપત્રો આપીને શાંતિપૂર્વક વિરોધ વ્યતક્તપ કરીને સરકાર તેમને યોગ્યડ મદદ કરે તેવી આશા રાખતા હોય છે.

          ગત તા. 20-5-2020ના રોજ ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલીયા, અન્ય- આગેવાનો તથા ખેડૂતો દ્વારા આવો જ એક કાર્યક્રમ રાજકોટ ખાતે સરકારના મહામારી સમયે સરકાર દ્વારા જારી કરવામાં આવેલ નિર્દેશોને અનુસરી ખેડૂતોને ખેતપેદાશોના પોષણક્ષમ ભાવ મળે તે માટે આવેદનપત્ર આપવાનો કાર્યક્રમ યોજવામાં આવેલ. તે દરમ્યાનન રાજકોટ પોલીસ દ્વારા ગુજરાત પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન તેમજ અન્યન આગેવાનોની ધરપકડ કરી પોલીસ સ્ટે્શન લઈ જવામાં આવેલ. સાંજના સમયે અગ્રણી નેતા પાલભાઈ આંબલીયાને પોલીસ કમિશ્નર સમક્ષ લઈ જઈને બેરહમીથી માર મારવામાં આવેલ. આવું અમાનવીય કૃત્યલ રાજકોટ પોલીસ દ્વારા કરવામાં આવેલ છે, જે સમગ્ર ખેડૂત સમાજ તથા રાજ્યન માટે અત્યંજત દુઃખદ ઘટના છે. આ અંગેની ફરિયાદ પાલભાઈ આંબલીયા દ્વારા તા. 24-5-2020ના રોજ પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેંશન, રાજકોટ ખાતે નોંધાવેલ છે, જેની નકલ આ સાથે સામેલ છે.
           રાજ્યયમાં લોકડાઉનના કપરા કાળ દરમ્યાાન પોલીસ તંત્રે દયાહીન બનીને શાંતિપ્રિય રીતે ખેડૂતોનો અવાજ સરકાર સુધી પહોંચાડવાનો પ્રયાસ કરનાર ખેડૂતો અને ખેડૂત આગેવાન ઉપર જે અત્યાોચાર ગુજાર્યો છે, તે અન્વાયે પ્રદ્યુમનનગર પોલીસ સ્ટેશશન, રાજકોટ ખાતે નોંધાયેલ ફરિયાદની તપાસ તટસ્થવ ઉચ્ચર અધિકારીને સોંપી, જવાબદાર પોલીસ અધિકારી/કર્મચારી સામે તાત્કા લિક કાયદાકીય કાર્યવાહી કરવા તથા ભવિષ્યામાં આવા નિર્દોષ લોકો પોલીસ તંત્રની નિષ્ઠુેરતાનો ભોગ ન બને અને તેમની પર અત્યાતચાર ગુજારવામાં ન આવે તેવી સૂચના રાજ્ય્ના પોલીસ તંત્રને તાત્કાઅલિક આપવા મારી વિનંતી સહ ભલામણ છે.આપ દ્વારા થયેલ કાર્યવાહીની મને તુરત જ જાણ કરવા વિનંતી છે.

(7:20 pm IST)