ગુજરાત
News of Monday, 25th May 2020

અમદાવાદ એરપોર્ટ પર ઇ-પાસની મથામણને કારણે મુસાફરોને હાલાકીઃ ૭૭ વર્ષના વૃધ્ધ અટવાયા

રાજકોટ તા. રપઃ દેશભરમાં આજથી ડોમેસ્ટિક ફલાઇટ સેવા શરૂ થઇ ગઇ છે. જે અનુસંધાને આજે અમદાવાદ એરપોર્ટ ખાતેથી પણ ફલાઇટ સેવા શરૂ કરી દેવામાં આવી છે. ફલાઇટ સેવા શરૂ થતાની સાથે સાથે સ્વાસ્થ્ય અને એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા તરફથી ગાઇડલાઇન પણ બહાર પાડવામાં આવી છે. પ્રવાસીઓએ આ માર્ગદર્શિકાનું પાલન કરવું પડશે. ત્યારે અમદાવાદમાં    એક ૭૭ વર્ષના વૃદ્ધ ઇ-પાસના ચક્કરમાં એરપોર્ટ ખાતે અટવાયા હોવાનું બહાર આવ્યું હતું.

૭૭ વર્ષીય એક વૃદ્ધ બળવંતભાઇ પંચાલ તેમના પત્ની સાથે બેંગ્લોર જઇ રહ્યા હતા જોકે ફલાઇટ બળવંતભાઇને લીધા વિના જ ટેક ઓફ થઇ ગઇ હતી. તેમની પાસે ઇ-પાસ ન હોવાને કારણે ફલાઇટ તેમને લીધા વિના જ ટેકઓફ થઇ ગઇ હતી. જોકે એરલાઇન્સ કંપનીએ સાંજે લઇ જવાની ખાતરી આપી હતી.

(4:07 pm IST)