ગુજરાત
News of Monday, 25th May 2020

હોટસ્પોટ અમદાવાદમાં કેસ ઘટાડવા ટેસ્ટ ઘટાડયાઃ તંત્રની ચાલાકી

ઓછા કેસ બતાવવા માટે માસ સેમ્પલિંગને અભરાઇએ ચઢાવાયું: અગાઉ ચેઝ ફોર વાઇરસની આક્રમક નીતિ અપનાવાઇ હતીઃ ઓછા ટેસ્ટની વ્યૂહરચનાથી અમદાવાદમાં કોરોનાનો વિસ્ફોટ વધુ ઉગ્ર બને તેવાં એંધાણઃ એપ્રિલમાં દરરોજ ત્રણ હજાર ટેસ્ટિંગ થતાં હતાં તેની સામે હવે ૧પ૦૦ જેટલાં જ થાય છે

અમદાવાદ તા. રપ :.. કેન્દ્ર સરકાર દ્વારા ગઇકાલે અમદાવાદને કોરોનાના મામલે ખાસ તકેદારી રાખવાની ચેતવણી આપી છે. અમદાવાદ સહિત દેશનાં ૧૧ શહેરમાં કોરોનાના કુલ કેસમાંથી ૭૦ ટકા કેસ નોંધાયા હોઇ આગામી બે મહિના માટે આ શહેરોમાં હેલ્થ ઇન્ફ્રાસ્ટ્રકચરમાં સુધારો કરવા પર ભાર મુકયો છે. તેમાં પણ કોરોના પર અંકુશ મુકવા ટેસ્ટિંગ વધારવાના નિર્દેશ આપ્યા છે. જો કે મ્યુનિ. કોર્પોરેશનના સત્તાવળાઓએ છેલ્લા અઠવાડીયામાં ૧૧,૩ર૦ ટેસ્ટ કર્યાનો દાવો કર્યો છે. તેમ છતાં તંત્ર દ્વારા શહેરમાં કોરોનાનો સતત ઊંચે ચડતા ગ્રાફને નીચે જતો બતાવવા માટે ટેસ્ટની સંખ્યા ચોકકસપણે ઘટાડાઇ છે. આ એક પ્રકારની તંત્રની ચાલાકી છે, કેમ કે અમદાવાદમાં કોરોનાએ ફેલાવેલો હાહાકાર ગુજરાત જ નહીં. સમગ્ર ભારતમાં ચર્ચાનો વિષય બન્યો હોઇ સત્તાવાળાઓએ ટેસ્ટની સંખ્યા પર જ અંકુશ મૂકયો હોવાની ફરીયાદ ઉઠી છે.

શહેરમાં કોરોનાની ત્રાસદી ફેલાઇ તે સમયગાળામાં તંત્રે સેમ્પલિંગ પર ખાસ ભાર મૂકયો હતો. કોરોનાના એપી સેન્ટર બનેલા કોટ વિસ્તારમાં સત્તાવાળાઓ ઘરે ઘરે ફરીને કોરોનાનો કેસ શોધવા આકાશ - પાતાળ એક કરતા હતાં. સેમ્પલ લેવા હાથ જોડવામાં આવતા હતા અને પોઝીટીવ કેસના મામલે હોસ્પિટલમાં દાખલ થવા માટે આજી કરવામાં આવતી હતી. કોટ વિસ્તારમાં સ્થાનિક લોકો સેમ્પલ આપવા માટે તંત્રને સહકાર આપતા નહોતાં. જેના કારણે સ્થાનિક આગેવનો દ્વારા લોકોને અપીલ કરાતી હતી.

મધ્ય ઝોનમાં ડોર ટુ ડોર સર્વે કરવા ૧૦૦૦ ટીમના ર૦૦૦ કર્મચારીઓને કામે લગાડી દેવાયા હતાં. એપ્રિલના મધ્ય ભાગમાં દરરોજના ૩૦૦૦ થી વધુ ટેસ્ટિંગ કરાતા હતાં. કોટ વિસ્તારમાં તો કોરોના પર અંકુશ મેળવા ચેઝ ફોર વાઇરસની આક્રમક રણનીતિ અપનાવાઇ હતી. એક પણ કેસ ઓળખાયા વગરનો ન રહી જાય તે જોવાની મ્યુનિ. સ્ટાફને તાકીદ કરાઇ હતી એટલે કોટ વિસ્તારમાં કોરોનાના કેસમાં જબ્બર ઉછાળો આવ્યો હતો. તેની સાથે પોઝીટીવ દર્દીની તત્કાળ સારવાર અને તેમના સંપર્કમાં આવેલાઓને હોમ કોરોન્ટાઇન કરતા હતા.આમ રેન્ડમ ટેસ્ટીંગ પર ખાસ ભાર મુકાયો હતો.

જયારે હવે નવી રણનીતી મુજબ સુપર સ્પેડર કેટેગરીના ટેસ્ટિંગ પણ આટોપી લેવાયા છે. સ્લમ વિસ્તાર તેમજ સિનિયર સિટીંઝનના ટેસ્ટને અગત્યના ગણાવ્યા હતા. કેન્દ્રની ગાઇડલાઇન મુજબ હોમ કેસરકારી કોરોન્ટાઇન્ટ લોકો હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ થતા દર્દી કે મૃતક કે પોઝીટીવ દર્દીના પરિવારજનો વગેરેના ટેસ્ટ લેવાના કાં તો સમુળગા બંધ કરી દેવાયા છે અથવા તો ઘટાડી દેવાયા છે એક પ્રકારે તંત્ર હવે ેહર્ડ ઇમ્યુનિટીને અનુસરી રહ્રયું છે.

હવે તંત્ર દ્વારા ટેસ્ટની સંખ્યામાં એટલી હદે ઘટાડો કરાયો છે કે ગત તા.૧પ મેએ શહેરભરમાં માત્ર ૧૦૪પ ટેસ્ટ કરાયા હતા હેલ્થની ટીમ દ્વારા લક્ષણ વગરના દર્દીનો કોરોના ટેસ્ટ કરવાને બલે લક્ષણ ધરાવતા દર્દીના ટેસ્ટ થઇ રહ્યા છે. ઉપરાંત જે લોકો કોરોનાના લક્ષણથી ભય પામે તો નજીકના અર્બન હેલ્થ સેનટર અને સરકારી હોસ્પીટલમાં સામે ચાલીને ટેસ્ટનો આગ્રાહ રાખે છ. આમ આ બે પ્રકારના ટેસ્ટિીંગ થવાના કારણે દરરોજના ટેસ્ટિંગની સંખ્યા ૧પ૦૦-૧૬૦૦ ની આસપાસ રહે છે.

તંત્ર દ્વારા ઓછા ટેસ્ટની વ્યુહરચના અપનાવાઇ હોવા છતાં પણ છલ્લા કેટલાય દિવસોથી દરરોજ રપ૦ થી વધુ કેસ નોંધાઇ રહ્યા છે. શહેરમાં કોરોનાના કેસ ઘટવાનું નામ લેતા ન હોઇ ફરેથી વ્યાપક ધોરણે ટેસ્ટિંગ વધારવું જોઇએ રાજય સરકારની વધુ ટેસ્ટ કરાશે તો કુલ વસ્તીના ૭૦ ટકા લોકો પોઝીટીવ નીકળશે તેવી દલીલની પણ હાઇકોર્ટે ગઇ કાલે ઝાટકણી કાઢી હતી. અમદાવાદમાં તે જે પ્રકારને કોરોનાનું ભયાવહ ચિત્ર ઉભું થયું છે તેવા સંજોગોમાં કોરોનાના ટેસ્ટ ઘટાડવાથી તા.૧ જુનથી કોરોના વિસ્ફોટ વધુ ઉગ્ર બને તેવી ચર્ચા છે. અગાઉના કમિશનરે તા. ૧પ મેએ કોરોના કેસ ૧૦ હજારે પહોંચશે તેવી આશંકા જો  ટેસ્ટ ઘટાડયા ના હોત તો ચોકકસ પણે સાચી ઠરત તેવી પણ ચર્ચા ઉઠી છે જો કે ટેસ્ટ ઓછા કરીને સતાવાળાઓ કોરોના કેસમાં ૧પ દિવસનો ડબલિંગ રેટ થયાનો દાવો કરીને લોકોની નજરમાં તો હાસ્યાસ્પદ જ ઠર્યા છે. તેમ સમભાવ મેટ્રોનો અહેવાલ

(4:04 pm IST)