ગુજરાત
News of Saturday, 25th May 2019

વડોદરાઃપોલીસ કોન્સ્ટેબલે નર્મદા કેનાલમાં છલાંગ મારી પાણીમાં ડૂબતા બાળકને બચાવ્યો

ત્રણ બાળકોએ ઈશારો કરીને બોલાવ્યા :યુનિફોર્મમાં જ છલાંગ લગાવી

 

 વડોદરાના અંકોડિયાથી પસાર થતી નર્મદા કેનાલમાં ડૂબી રહેલાં એક બાળકને લક્ષ્મીપુરા પોલીસ થકના કોન્સ્ટેબલે જાનની બાજી લગાવીને બચાવી લીધો હતો.

 પોલીસને પી.સી.આર. વાન કેનાલ પાસેથી પસાર થઇ રહી હતી ત્યારે ત્યાં ઉભેલા ત્રણ ટાબરિયાઓ ઇશારો કરી બોલાવતા હતા. અને કેનાલ તરફ અંગૂલી નિર્દેશ કરતાં હતા. કોન્સ્ટેબલ તે દિશામાં દોડી ગયો હતો. અને યુનિફોર્મમાં કેનાલમાં છલાંગ લગાવીને ધો.4માં ભણતાં બાળખને બચાવી લીધો હતો.
  
લક્ષ્મીપુરા પોલીસ સ્ટેશનમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવતાં કોન્સ્ટેબલ ડાહ્યાભાઇ મહેરીયા અને સહ કર્મચારી અશોક કણઝરિયા પી.સી.આર. વાન લઇને પેટ્રોલિંગમાં હતા ત્યારે આશરે 11-30 વાગ્યે અંકોડિયા પાસેથી પસાર થતી કેનાલ નજીકથી નીકળતાં કેનાલ પાસે ઉભેલા ત્રણ બાળકોએ પોલીસની વાનને હાથ બતાવીને રડતા રડતાં બોલાવી રહ્યાં હતા. કાંઇ અમંગળ થયું હોવાનો સ્પષ્ટ સંકેત મળતાંડાહ્યા મહેરિયા દોડીને તે દિશામાં ગયા હતા.
  
ત્યારે એક બાળક કેનાલના પાણીમાં ડૂબી રહ્યો હતો. કોન્સ્ટેબલ યુનિફોર્મમાં કેનાલમાં કૂદી પડ્યાહતા. સાથી કર્મચારી અશોક કણઝરીયાએ બીજી વાનનો કોન્ટેક્ટ કરીને દોરડું મંગાવી વિપુર બારિયાને બહાર કાઢ્યો હતો. વિપુર દાહોદનો વતની છે. પરિવાર સાથે અંકોડિયા ગામમાં રહે છે. અને પ્રાથમિક સાળામાં ધો.4માં અભ્યાસ કરે છે

(11:59 pm IST)