ગુજરાત
News of Saturday, 25th May 2019

પાલનપુરની ગૌશાળામાંથી 50 કિલો ગાંજો ઝડપાયોઃ પોલીસ અને એસઓજીની ટીમે 908 છોડ પણ જપ્ત કર્યા

બનાસકાંઠાના પાલનપુરમાં આવેલ એક ગૌશાળામાં બાતમીના આધારે પોલીસે રેડ કરી 50 કિલો ગાંજો જપ્ત કરતા ખળભળાટ મચી ગયો છે.

  પાલનપુરની ગૌશાળામાં ગાંજાનો વેપાર અને ખેતી થતી હોવાની બાતમી પાલનપુર પુર્વ પોલીસને મળી હતી. જે આધારે પાલનપુર પુર્વ પોલીસ અને એસઓજીની સંયુકત ટીમ બનાવી ઓપરેશન પાર પાડયુ હતુ. જેમા 908 ગાંજાના છોડ સહિત અંદાજીત 50 કિલો ગાંજો જપ્ત કરવામાં આવ્યો હતો

(8:28 pm IST)