ચકલાસી-ભાલેજ નજીક અજાણ્યા વાહનની હડફેટે દંપતી પૈકી પતિએ ઘટના સ્થળેજ દમ તોડ્યો: પત્નીને ઇજા
ચકલાસી:ચકલાસી-ભાલેજ રોડ ઉપર આવેલા કાસોર નજીકના વિજયપુરા પાટીયા પાસે ગઈકાલે રાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતા કોઈ અજાણ્યા વાહને બાઈકને ટક્કર મારતાં ચાલક પતિનું સ્થળ પર જ મોત થયું હતુ જ્યારે પાછળ બેઠેલ પત્નીને ઈજાઓ થતાં તેણીને સારવાર માટે આણંદની એક ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે ભાલેજ પોલીસે ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.
મળતી વિગતો અનુસાર ઓડના બાજીપુરા ખાતે રહેતા શૈલેષભાઈ મેલાભાઈ ઠાકોરના સંબંધીનું નડીઆદ ખાતે લગ્ન હોય તેઓ પરિવારના સભ્યો સાથે અલગ-અલગ બાઈકો પર જવા માટે સાંજના સાતેક વાગ્યાના સુમારે નીકળ્યા હતા. તેમના કાકા ઉમેદભાઈ (ઉ.વ.૫૨)પત્ની મધુબેનને પોતાના બાઈક નંબર જીજે-૨૩, એફ-૦૯૭૨ ઉપર બેસાડીને જઈ રહ્યા હતા ત્યારે આઠેક વાગ્યાના સુમારે કાસોર નજીક આવેલા વિજયપુરા પાટીયા પાસે કોઈ અજાણ્યા વાહને ટક્કર મારતાં દંપતી રોડ પર ફંગોળાયુ હતુ