ગુજરાત
News of Saturday, 25th May 2019

ગાંધીનગર નજીક અડાલજમાં બે બાઈક સવાર યુવાનોના મોબાઈલની લૂંટ ચલાવી ગઠિયા છુમંતર

ગાંધીનગર: શહેર નજીક અડાલજમાં તાજેતરમાં બે બાઈક સવાર યુવાનોના મોબાઈલ લૂંટી લેવાની ઘટના બની હતી ત્યારે માણસાના તખતપુરા ગામે રહેતાં વિશાલ જેણાજી ઠાકોર અને તેનો મિત્ર વનરાજ સે- પાસે આવેલા મંદિર પાસે રોડની સાઈડમાં મોપેડ ઉપર બેઠા હતા તે દરમ્યાન એક વ્યક્તિ તેમની પાસે આવ્યો હતો અને  તેમની પુછપરછ કરી મારવાની ધમકી આપીને વિશાલ પાસેથી બાર હજારનો મોબાઈલ લૂંટી લીધો હતો જ્યારે તેના મિત્ર વનરાજનું ચાંદીનું હજાર રૂપિયાનું કડુ અને તેના પાકીટમાંથી ત્રણ હજાર રૂપિયા લૂંટી યુવાન નાસી છુટયો હતો
જો કે સંદર્ભે યુવાનોએ પોલીસ ફરીયાદ કરવાનું ટાળ્યું હતું પરંતુ હવે તેમણે સે- પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતાં પોલીસે અજાણ્યા લૂંટારૂ સામે ગુનો નોંધી તેને પકડવા માટે દોડધામ શરૂ કરી છે. છેલ્લા થોડા સમયથી પ્રકારે વધેલા લૂંટના ગુનાઓના પગલે પોલીસ પણ ચિંતીત બની છે અને બાતમીદારોને સક્રિય કરી આવા શખ્સોને પકડવા માટે દોડધામ કરવામાં આવી રહી છે

(4:50 pm IST)