ગુજરાત
News of Saturday, 25th May 2019

વડોદરાના અંકોડિયામાં વાનના ડ્રાઈવરે માનવતા બતાવી: કેનાલમાં ડુબતા બાળકને બચાવી લીધો

વડોદરા: શહેરના અંકોડિયા ગામ પાસેથી પસાર થતી પાણીની કેનાલમાં ડૂબતા બાળકને પીસીઆર વાનના ડ્રાઇવરે પાણીમાં ઝંપલાવી બચાવી લીધો હતો. પોલીસ જવાનની સમયસૂચકતા અને બહાદુરીના કારણે આજે એક માસૂમનો જીવ બચ્યો હતો

અંગેની વિગત એવી છે કે, આજે સવારે લક્ષ્મીપુરા પોલીસ મથકની પીસીઆર વાન વિસ્તારમાં પેટ્રોલીંગ કરતી હતીપીસીઆર વાન અંકોડિયા ગામ નજીકથી પસાર થતી હતી તે સમયે સવારે સાડા અગિયાર વાગ્યે અંકોડિયા ગામ કેનાલની નજીક ઉભેલા ત્રણ નાના બાળકો બૂમાબૂમ કરી મદદ માંગતા પીસીઆર વાનના પોલીસ સ્ટાફને નજરે પડયા હતાજેથી પીસીઆર વાનના ડ્રાઇવર ડાહ્યાભાઇ ચીકાભાઇ તથા અન્ય એક પોલીસ જવાન અશોકભાઇ અંબારામભાઇ વાન ઉભી રાખીને તાત્કાલિક ઘટના સ્થળે દોડી ગયા હતા

(4:50 pm IST)