ગુજરાત
News of Saturday, 25th May 2019

ખંભાત-ગોલાણા નજીક કારે બાઇકને હડફેટે લેતા ચાલકનું કમકમાટી ભર્યું મોત

ખંભાત:ખંભાત-ગોલાણા રોડ ઉપર આવેલા સોખડા ગામના ખાતરના ડેપો પાસે આજે બપોરના સુમારે પુરપાટ ઝડપે જતી એક ઈકો કારે બાઈકને ટક્કર મારતાં ચાલકનું ઘટનાસ્થળે કરૂણ મોત થયું હતુ. અંગે ખંભાત રૂરલ પોલીસે કારના ચાલક વિરૂધ્ધ ગુનો દાખલ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

અકસ્માતની મળતી વિગતો અનુસાર નવી આખોલ ખાતે રહેતા દેવાભાઈ ગાંડાભાઈ મકવાણા આજે પોતાનું બાઈક નંબર જીજે-૨૩, બીકે-૭૩૮૩નું લઈને ખંભાત કામે ગયા હતા. કામ પતાવીને ઘર તરફ પરત ફરી રહ્યા હતા. ત્યારે સવા એક વાગ્યાના સુમારે સોખડા ગામના ખાતરના ડેપો નજીક પુરપાટ ઝડપે આવી ચઢેલી ઈકો કાર નંબર જીજે-૨૩, એએન-૩૫૭એ ટક્કર મારતાં દેવાભાઈને માથામાં તથા શરીરના ભાગે ગંભીર ઈજાઓ થતાં તેમને તુરંત સારવાર માટે ખંભાતની હોસ્પિટલમા ંલઈ જવામાં આવ્યા હતા જ્યાં ફરજ પરના તબીબે મૃત જાહેર કર્યા હતા

(4:49 pm IST)