ગુજરાત
News of Saturday, 25th May 2019

વડાપ્રધાને સુરતની ઘટનાની જાણકારી મેળવીઃ આગનું કારણ શોર્ટ સર્કિટ જ?

ઇજાગ્રસ્તોને જરૂર પડે તો દિલ્હી એઇમ્સમાં ખસેડવા સુધીની તૈયારી

રાજકોટ તા. રપઃ સુરતના ટયુશન કલાસીઝમાં આગ લાગતા દાઝવાથી અને ઉપરથી પડવાથી ર૦થી વધુ વિદ્યાર્થીઓના મૃત્યુ થયા છે સરકારે સમગ્ર ઘટનાની તપાસ શહેરી વિકાસ વિભાગના અગ્રસચિવ મુકેશપુરીને સોપી છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ આજે ફોન દ્વારા સમગ્ર ઘટનાની જાણકારી મેળવેલ. તેમણે ઇજાગ્રસ્તોને જરૂર પડે તો દિલ્હીની એઇમ્સ ખાતે ખસેડવા માટે જરૂરી વ્યવસ્થાની તત્પરતા બતાવી હતી. જો કે સુરતમાં સઘન સારવાર અપાઇ રહી હોવાથી હાલ અન્યત્ર ખસેડવાની જરૂરીયાત નહિં હોવાનું સ્થાનિક તંત્રનું કહેવું છે.

ટયુશન કલાસીઝમાં આગની ઘટના શોર્ટ સર્કીટના કારણે બની હોવાનું પ્રાથમિક તારણ છે અગ્રસચિવ ઉપરાંત સ્થાનિક પોલીસ પણ તપાસ કરી રહી છે. તપાસના નારણના આધારે અન્ય જવાબદારો સામે પગલા લેવાશે.

(3:22 pm IST)