ગુજરાત
News of Saturday, 25th May 2019

ગુજરાતમાં આવા વોક- વે કયારે?

પંજાબ થી દિલ્હી જતાં માર્ગ પર આવા વોક- વે ઠેર- ઠેર જોવા મળે છે. તાજતેરમાં અમૃતસરના પ્રવાસે ગયેલા પત્રકાર હેમેન ભટ્ટ  આવા એકથી વધુ વોક- વે જોતાં અને લોકો તેનો સહજતા, સરળતાથી ઉપયોગ કરતા જોવા મળતાં, તેમને તુરત જ વિચાર આવ્યો કે આવો સરળ ઉપાય આપણા રાજકોટમાં કેમ નહીં? આપણાં ગુજરાતમાં 'કેમ નહીં?'  રાજકોટ શહેરમાં કાલાવડ રોડ પર કોટેચા ચોક, કે.કે.વી.હોલ, આત્મિય કોલેજ ચોક પર, રૈયા રોડ ઉપર, હનુમાન મઢી, રૈયા ચોકડી, ગોંડલ રોડ ઉપર સ્વામિનારાયણ ગુરૂકુળ ચોક, કુવાડવા રોડ પર ડિલકસ ચોક વિસ્તારોમાં આવા વોક વે બનાવવામાં આવે તો તે ઓછા નડતરરૂપ અને બહુ ઉપયોગી બની રહે તેમ છે. આજ રીતે આપણા હાઈવે પર આવતા ગામો પાસે પણ વોક- વે થઈ શકે. જૂનાગઢ, જામગનર, અમરેલી, વેરાવળ, પોરબંદરથી માંડી અમદાવાદ, વડોદરા, સુરત, મહેસાણા આર્શિવાદ બની રહે તેમ છે.

(3:16 pm IST)