ગુજરાત
News of Saturday, 25th May 2019

ડીસાની આદર્શ હાઇસ્કૂલને નોટિસ ફટકારાઇ : ભોંયરામાં કોમ્પ્યુટરરૂમ : સેફટીની વ્યવસ્થાનો અભાવ : 1200 વિદ્યાર્થીઓ કરે છે અભ્યાસ

સુરતમાં ટ્યુશન ક્લાસમાં આગ લાગવાની ઘટના બાદ હરકતમાં મુકાયેલા તંત્ર દ્વારા રાજ્યમાં ધમધમતા ટયુશન કલાસ સામે તપાસનો દોર શરૂ કરાયો છે.ત્યારે ડીસા નગર પાલિકા દ્વારા પણ તપાસ હાથ ધરાઈ છે. જેમાં શહેરની જાણીતી આદર્શ હાઇસ્કુલમાં પાલિકા ટીમની તપાસમાં મોટી ખામીઓ બાહર આવી હતી. સ્કુલના ભોયરામાં આવેલ કોમ્પ્યુટર રૂમમાં કોઈજ સેફ્ટી માટે વ્યવસ્થા ન હતી. સ્કુલમાં 1200 વિધાર્થી અભ્યાસ કરે છે.સ્કુલના લેબ રૂમમાં ગેસનો બાટલો મળી આવ્યો હતો જે ગેસનો બાટલો લેબરૂમની બહાર રાખવાનો હોય છે.આથી ડીસા પાલિકાએ આદર્શ હાઇસ્કુલને નોટિસ પાઠવી હતી.

(2:33 pm IST)