ગુજરાત
News of Saturday, 25th May 2019

જાંબુસરના ઉબેર અને સરોદ વચ્ચે બાઈક સ્લીપ થતા દહેગામના મહમદ કાજૂનું ઘટનાસ્થળે મોત

જંબુસર: તાલુકાના દહેગામ ગામના રહેવાસી મહંમદભાઇ પોતાની મોટર સાયકલ લઇ જતા અકસ્માતે તેમનું ઘટના મોત નીપજ્યું હતું.

  આ અંગેમળતી વિગત મુજબ જંબુસર તાલુકાના ઉબેર અને સારોદ ગંદી કેનાલ વચ્ચે બાઇક સ્લીપ ખાતા મોઢાના ભાગે ગંભીર ઇજા થતા બાઇક સવાર મહંમદ રસુલ કાજુનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે. ત્યારે પોલીસને જાણ થતા મૃતદેહને પી.એમ. અર્થે ખસેડી આગળની વધુ તપાસ વેડચ પોલીસ ચલાવી રહી હતી.

(2:23 pm IST)