ગુજરાત
News of Saturday, 25th May 2019

સરકારને હવામાન શાસ્ત્રીઓનો વર્તારો, નવી આગાહી જુન પ્રારંભે

ગુજરાતમાં તા.૧પ થી ૧૮ જુન વચ્ચે મેઘરાજા દ્વાર ખટખટાવશે

સૌરાષ્ટ્રમાં જુન ઉતરાર્ધમાં ચોમાસુ જામવાના એંધાણ

રાજકોટ, તા., ૨૫: ધોમધખતો ઉનાળો હવે પુરો થવા તરફ છે. ટુંક સમયમાં મેઘરાજાનું આગમન થશે. ગુજરાતમાં સામાન્ય રીતે ૧પ જુન આસપાસ ચોમાસુ બેસે છે. આ વખતે પણ એ સમયગાળો જળવાઇ રહે તેવા એંધાણ છે.

સરકારના વર્તુળના જણાવ્યા મુજબ તા.૧પ થી ૧૮ જુન વચ્ચે દક્ષિણ ગુજરાતમાં મેઘસવારી આવી પહોંચશે. ત્યાર બાદ અઠવાડીયામાં સૌરાષ્ટ્રમાં ચોમાસુ જામે તેવા એંધાણ છે. ૧પ જુન પહેલા ગમે ત્યારે છુટો છવાયો વરસાદ થઇ શકે છે. આ વખતે સારા ચોમાસાની આશા છે. જો અત્યારના વર્તારા મુજબ ૧પ જુન પછી નજીકમાં જ મેઘસવારી આવી પહોંચે તો જુન અંતમાં વાવણીની શરૂઆત થઇ જશે. હાલ હવામાન શાસ્ત્રીઓ ૧પ થી ૧૮ વચ્ચે સુરત, તાપી, ડાંગ વિગેરે વિસ્તારોમાં વરસાદની શકયતા જોવે છે. વરસાદ અંગેની નવી આગાહી જુનના પ્રારંભે થશે. રાજયના મહેસુલી તંત્રએ ચોમાસા પુર્વેની તમામ તૈયારી માટે કમર કસી છે. (૪.૪)

(11:49 am IST)