ગુજરાત
News of Saturday, 25th May 2019

ભાજપ વિજયની ખુશીમાં મફતમાં ઢોકળા વિતરણ

વડોદરા તા ૨૫ : લોકસભાની ચૂંટણીમાં બીજેપીની  જીતની ઉજવણી કરાઇ રહી છે. ગુજરાત સહિત દેશભરમાં જશ્ન  જોવા મળી રહ્યો છે, ત્યારે વડોદરામાં અનાોખી રીતે બીજેપીની જીતની ઉજવણી કરાઇ રહી છે. બીજેપીની જીતને પગલે મફતમાં ઢોકળાનું વિતરણ કરાઇ રહ્યું છે.

વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ખમણના વેપારીએ બીજેપીની જીતની ખુશીમાં મફતમાં ઢોકળાનું વિતરણ કરવાનું નક્કી કર્યુ હતું . જેના પગલે લોકોની લાંબી કતાર જોવા મળી હતી.આવું જ કંઇક રાજકોટમાં જોવા મળ્યું હતું. રાજકોટની બીજેપી લોકસભા બેઠક જીત્યા પછી પેટ્રોલ પંપ એસોસિએશનના પ્રમુખ ગોપાલ ચુડાસમાએ સીએનજી રિક્ષામાં મફતમાં ગેસ આપવાનું શરૂ કર્યુ હતું.ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચુંટણીમાં બીજેપીએ જીત હાંસલ કરવાની સાથે ગુજરાતમાં ફરી ઇતિહાસ રચ્યો છે. બીજેપીએ ગુજરાતમાં તમામ ૨૬ બેઠકો મેળવી છે.

(11:30 am IST)