ગુજરાત
News of Saturday, 25th May 2019

સુરતના ગોપીપુરામાં ધોળા દિવસે લાખોના હીરાની લૂંટ ચલાવનાર આરોપીઓ ઝડપાયા

સણીયહેમાડ પાસે પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના તમામ હીરા કબજે કર્યા

સુરતના ગોપીપુરા વિસ્તારમાં ધોળાદિવસે લાખોના હીરાની લૂંટ કરનાર આરોપીઓને ક્રાઇમબ્રાન્ચએ ઝડપી પડ્યા હતા. શહેરના સાનિયા હેમાડ રોડ પર લૂંટના હીરા વેચવા નીકળેલા બે આરોપીઓને  53.76 લાખના હીરા સાથે ઝડપી પાડવામાં પોલીસને સફળતા મળી હતી.
   ગોપીપુરા વિસ્તારમાં હીરા દલાલની ઓફિસમાં ધોળા દિવસે લૂંટ ચલાવનાર આરોપીઓને સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઝડપી પાડ્યા હતા. હીરાદલાલનું કામ કરતા સુરેશ પટેલ નામના આરોપીએ પોતાના મિત્ર મગન વસોયાને જ લૂંટવાનો પ્લાન બનાવ્યો હતો. નવસારીના હીરાદલાલે એક મહિના પહેલા ફરિયાદી માગણભાઈને રૂ.53.76 લાખના હીરા વેચવા માટે આપ્યા હતા. જેની જાણ સુરેશને થતા સુરેશે તેના મિત્ર વિપુલ ભરવાડ અને નીતિન ધમેલીયા સાથે હીરાની લૂંટ કરવાનું ષડયંત્ર બનાવ્યું હતું.
22 મેં 2019ના સાંજે 4 વાગ્યાના અરસામાં એક ઇસમને હીરા વેપારી બનાવીને મોકલ્યા બાદ નીતિન અને વિપુલ ફરિયાદી મગન ભાઈને ગોપીપુરા સ્થિત ઓફિસમાં ધસી ગયા હતા. સુરેશ પટેલ પણ મગન ભાઈની ઓફિસમાં હજાર હતા. ત્રણેય જન લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો. નીતિન અને વિપુલ લૂંટ ચલાવી ફરાર થઈ ગયા હતા. માગણભાઈની આંખમાં સ્પ્રે છાંટીને લૂંટ ચલાવી હતી

   લૂંટની ઘટનાને અંજામ આપ્યા બાદ સુરેશે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો હતો. પોલીસે જ્યારે આ પ્રકરણમાં તપાસ શરૂ કરી ત્યારે મગન ભાઈ ના નિવેદનમાં સુરેશ પણ ઘટના સમયે ઓફિસમાં હજાર હોવાનું જણાયું હતું. વળી સુરેશનો ફોન બંધ હોવાથી પોલીસની શંકા પ્રબળ બની હતી. પોલીસે સુરેશની હિલચાલ પર નજર રાખી હતી. દરમિયાન સુરેશ અને નીતિન લૂંટના હીરા મુંબઇ તરફ વેચવા જવાના હોવાની બાતમી ક્રાઇમબ્રાન્ચને મળતાં તાપસ શરૂ કરી હતી. પોલીસે બાતમીના આધારે સણીયહેમાડ ગામ પાસે ઓમનાગર નજીકથી આરોપીને ઝડપી પડ્યા હતા. પોલીસે આરોપીઓ પાસેથી લૂંટના તમામ હીરા કબજે કર્યા હતા.
   પોલીસે લૂંટનો પ્લાન ઘડનાર સુરેશ પટેલ અને તેનો મિત્ર નીતિન ધમેલીયાને ઝડપી પડ્યા હતા અને હીરા રિકવર કર્યા હતા. જોકે સુરત બારડોલી રોડ પાર રહેતા અને લૂંટમાં સક્રિય ભૂમિકા ભજવાનનાર વિપુલ ભરવાડ ને ફરરજાહેર જરૂને વધુ તપાસ હાથ ધરી છે. 

(9:39 pm IST)