ગુજરાત
News of Saturday, 25th May 2019

કોઇ સાંભળતુ નથી કહીને ભાજપ સાથે છેડો ફાડનાર રેશ્મા પટેલને લોકસભા ચૂંટણીમાં પછડાટ

જૂનાગઢઃ પોરબંદર લોકસભા તેમજ માણાવદર વિધાનસભા બેઠક ઉપરથી અપક્ષ તરીકે  ચૂંટણી લડનાર રેશ્મા પટેલનો પરાજય થયો છે.

લોકસભા ચૂંટણી જાહેર થયા બાદ રેશ્મા પટેલે જણાવ્યું હતું કે ભાજપમાં પોતાનું કોઇ સાંભળતુ નથી તેમ કહીને ભાજપ સાથે છેડો ફાડ્યો હતો.

રેશ્મા પટેલની બંને ચૂંટણીમાં ડિપોઝીટ તો ગઇ સાથોસાથ શરમજનક હારનો પણ સામનો કરવો પડ્યો છે. આ ચૂંટણીમાં NCP રેશ્મા પટેલને ટેકો આપ્યો હતો.

આ લોકસભા ચૂંટણીમાં પોરબંદર બેઠક ઉપર ભાજપના રમેશભાઇ ધડુક અને માણાવદર વિધાનસભામાં ભાજપના જવાહરભાઇ ચાવડાનો વિજય થયો હતો.

જ્યારે હાર્દિક પટેલના પૂર્વ સાથી અને અપક્ષ ઉમેદવાર રેશ્મા પટેલને ૦.૩૯ ટકા મત મળ્યા હતા. જ્યારે માણાવદર બેઠક ઉપર તેમને ૧૭૦૭ મત મળ્યા હતાં.

(5:13 pm IST)