ગુજરાત
News of Friday, 25th May 2018

ગુજરાતમાં હજુ બે દિવસ ગરમીનો પારો ઊંચો રહેશે :હીટવેવ યથાવત

 

રાજ્યમાં આગામી બે દિવસ સુધી ગરમીનો પારો હજુ ઉંચો રહેશે બે દિવસોમાં ગરમીનો પારો યથા સ્થિતિ જાળવશે તેમ હવામાન વિભાગ પાસેથી જાણવા મળ્યું છે.જ્યારે ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના વિદર્ભમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.

 હવામાન વિભાગના જણાવ્યા અનુસાર પશ્ચિમી રાજસ્થાન, હરિયાણા, ચંદીગઢ અને દિલ્હીના મોટા ભાગના વિસ્તારોમાં આજે પણ લૂ સાથે ગરમીનો પ્રકોપ વધવાની શક્યતા વ્યક્ત કરી છે.તો ગુજરાતમાં પણ અમદાવાદ અને રાજકોટ સહિતના શહેરોમાં હિટવેવ યથાવત્ છે.

ઉત્તર અને મધ્યભારતમાં આગામી એક સપ્તાહ સુધી ગરમીમાંથી રાહત મળવાના કોઈ અણસાર નથી. ગુજરાતમાં ઓરેન્જ રેડ એલર્ટ તો હરિયાણા,રાજસ્થાન અને પશ્ચિમ ઉત્તરપ્રદેશમાં 27 મે સુધી તાપમાનમાં વધારાની આશંકાને પગલે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

(10:21 pm IST)